વિદ્યાર્થીઓને કરીયર પસંદ કરવા માટે “CAREER” પ્રોજેક્ટનો શુંભારંભ કરાવતા કલેક્ટર અરૂણ મહેશ બાબુ
જિલ્લાની 10 ઉચ્ચ માધ્યમિક શાળાના 2 હજાર વિદ્યાર્થીઓને એસટીઇએમની તાલીમ આપવામાં આવશે
અબતક-રાજકોટ
ડિસ્ટ્રિક્ટ સ્કિલ કમિટી-રાજકોટ અને ક્વેસ્ટ એલાયન્સના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને કરીયર પસંદ કરવા માટે “CAREER” નામા પ્રોજેક્ટનો શુંભારંભ કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, “CAREER” નામા દ્વારા વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવલ ભવિષ્ય માટે કારકિર્દી પસંદ કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ પોતાની અંદર રહેલી ઈચ્છા અને કૌશલ્યનું સંતુલન સાધીને શ્રેષ્ઠ કારકિર્દી પસંદ કરી શકશે. “CAREER” નામા પ્રોજેક્ટની શરૂઆતમાં 10 ઉચ્ચ માધ્યમિક શાળાના 2,000 વિદ્યાર્થીઓને STEM- સાયન્સ, ટેકનોલોજી, એન્જીન્યરીંગ અને મેથેમેટીક્સની તાલીમ આપવામાં આવશે. આત્મવિશ્વાસ દ્વારા અભિવ્યક્ત થવું, ભાષકિય ઉચ્ચારણ સુધારવાની તાલીમ, વિદ્યાર્થીમાં રહેલી કારકિર્દી પ્રત્યે રહેલો રસ, તેની ક્ષમતા અને આકાંક્ષા પારખીને ગોલ સેટીંગ કરતા શીખવવામાં આવશે. તેમજ વિદ્યાર્થીઓની ક્ષમતા કેળવવા માટે શિક્ષકોને પણ તાલીમબધ્ધ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને વિવીધ ઈન્ડસ્ટ્રિઝની રૂબરૂ મુલાકાત કરાવવામાં આવશે. જેનો મહત્તમ લાભ આવનારા સમયમાં અન્ય વિદ્યાર્થીઓને પણ મળશે, તેમ કલેક્ટરએ જણાવ્યું હતું.
આ તકે જીલ્લા શિક્ષણાધિકારી બી.એસ કૈલાએ જણાવ્યું હતું કે, “CAREER” નામા દ્વારા વિદ્યાર્થીએ પસંદ કરેલી કારકિર્દીના સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે અને ઈન્ડસ્ટ્રિઝની જરૂરિયાત મુજબ તેનામાં સ્કિલ ડેવલપ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. વ્યકતિગત રીતે તથા ગ્રુપમાં વિદ્યાર્થીઓને તેમના કેરિયર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, કારકિર્દીનામા એ ક્વેસ્ટ એલાયન્સ અને ડિસ્ટ્રિક્ટ સ્કિલ કમિટી-રાજકોટ વચ્ચે પ્રથમ એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડિંગ) મહાત્મા ગાંધી નેશનલ ફેલોશિપ પ્રોજેક્ટની સહયોગથી કરવામાં આવનાર પહેલ છે. આ એમઓયુ ડિસ્ટ્રિક્ટ સ્કિલ કમિટી-રાજકોટના અને ક્વેસ્ટ એલાયન્સના પ્રતિનિધિઓ વચ્ચે કરવામાં આવ્યો હતો. ક્વેસ્ટ એલાયન્સ ડિજીટલ પ્લેટફોર્મ આધારીત છે. આ કોર્ષ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે કોમ્પ્યુટર પ્રોગ્રામ આધારીત તથા મોબાઈલ એપ્લીકેશન આધારીત એમ બંને રીતે ઉપયોગ કરી શકાશે. આ પ્રોજેક્ટમાં ઓડિયો-વિઝયુલ માધ્યમ દ્વારા તાલીમ આપવામાં આવશે. કોરોના મહામારીના કારણે બે વર્ષથી સ્કુલે ન જઈ શકનાર વિદ્યાર્થીઓ માટે “CAREER” નામા પ્રોજેક્ટ ખુબ જ ઉપયોગી સાબિત થશે. આ પ્રોજેક્ટ હેઠળ ઉચ્ચ માધ્યમિક શાળાના 2,000 વિદ્યાર્થીઓને STEM- સાયન્સ, ટેકનોલોજી, એન્જીન્યરીંગ અને મેથેમેટીક્સ ની તાલીમ આપવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાજકોટ જિલ્લાની 10 શાળાઓમાં આ પ્રોજેક્ટ અમલીકૃત કરવામાં આવશે. જેમાં આનંદમયી ક્ધયા વિદ્યાલય, અમથી બા વિદ્યાલય, સેન્ટ મેરી સ્કૂલ, મોડેલ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ, મઝહર વિદ્યાલય, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ બાઈસાહેબા ગર્લ્સ હાઇસ્કુલ, કરણસિંહજી હાઈસ્કૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પૈકી 6 ગર્લ્સ હાઇસ્કુલનો સમાવેશ થયો છે, જ્યાં વોકેશનલ ટ્રેઈનિંગ આપવામાં આવે છે તેમજ STEM નું મહત્વ સમજીને તેને વધારે અમલીકરણ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ માટે દરેક માધ્યમિક શાળામાં તાલીમબધ્ધ શિક્ષકો હશે. જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક માસિક પ્રવૃતિઓ, યોગ્યતા પરીક્ષા અને કારકિર્દી સંબંધિત સેમિનાર અથવા વર્કશોપ દ્વારા વિદ્યાર્થીમાં સ્વ-સમજણ કેળવીને કરિયર રીસર્ચ અને કરિયર પ્લાનિંગમાં મદદ કરશે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોર દ્વારા સંચાલીત મહાત્મા ગાંધી નેશનલ ફેલોશીપ યોજનાના ફેલો હિરલચંદ્ર મારૂએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ઉપસ્થિત તમામ શિક્ષકોનું મહાનુંભાવો વડે સન્માન કરવામાં આવ્યું હતું.