ભારતીય વન્ય જીવન સંસ્થાન દ્વારા સર્વોદય મહિલા મંડળ ઓખામાં ઓખાના શિક્ષિકા પુજાબેન દવે તથા પ્રાચીબેનની અથાગ મહેનતથી તેમજ મહિલામંડળ પ્રમુખ ડો. પુષ્પાબેનના પ્રોત્સાહનથી બાળકોની સુશુપ્ત શક્તિઓની ખીલવણી સાથે આ બેહુબ રીતે ઉજવાયો હતો. અમે ઓનલાઇન ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને પ્રશ્નોત્તરીની સ્પર્ધા રાખેલી હતી. અને વન્યજીવન સંસ્થાન દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા.
જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજે દરિયાઇ ગાયને બચાવવા માટે ભારતીય વન્ય જીવન સંસ્થાન દ્વારા વિશ્વસ્તરીય જાગૃતી ફેલાઇ રહી છે ત્યારે, અમે દરિયાઇ ગાય દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરી. દરિયાઇ ગયા તૃણાહારી સમુદ્રી સસ્તન દરિયાઇ જીવ છે. તે ઉષ્ણ ઉપઉષ્ણ કટિબંધમાં રહે છે. પેસિફિક મહાસાગરમાં પૂર્વિય આફ્રિકાથી ઓસ્ટ્રોલિયાના સમુદ્રી વિસ્તારમાં જોવા મળે છે. ખાસ કરીને દરિયાઇ ગાય ભારતમાં મનારના અખાત અને પાલ્કની ખાડીમાં જોવા મળે છે. દરિયાઇ ગાય કુળનું એકમાત્ર જીવત ઉદાહરણ છે, જેની પ્રજાતી ભયના આરે આવીને ઉભી છે, જયારે શિક્ષિકા પૂજાબેન દવેએ દરકે વિદ્યાર્થીઓમાં આ વિશે ઉત્સાહ જગાડ્યો હતો.