અગાઉ શિક્ષણ બોર્ડે વર્ગ દીઠ 10થી વધુ નહી  તેટલા વિદ્યાર્થીઓને  વર્ગ દીઠ પ્રવેશ આપવા મંજૂરી આપી હતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને  શાળામાં પૂન: પ્રવેશની જોગવાઈ રદ કરવાનો  નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉના નિયમ મૂજબ બોર્ડ દ્વારા  નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પૂન: પ્રવેશ ફાળવતી હતી પરંતુ  તાજેતરમાં  બોર્ડે  શાળાઓને અંધારામાં રાખીને  જોગવાઈ રદ કરી નાખી હતી. પોરબંદરની   એક સ્કુલ દ્વારા  ધો.10માં  નાપાસ થયેલા  20 જેટલ વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે  રજૂઆત કરી હતી. જોકે બોર્ડ દ્વારા આ રજૂઆત રદ કરી દેવામાં આવી છે.

શિક્ષણ બોર્ડની  ધો.10ની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ શાળામાં  પૂન: પ્રવેશ  મેળવવા માંગતા હોય  તો તે અંગે  બોર્ડ દ્વારા  જોગવાઈ કરવામાં આવેલી હતી. જેમાં  બોર્ડ દ્વારા  લેવામાં આવેલી  ધો.10ની  આખરી પરીક્ષામાં  નાપાસ થયા બાદ  નોંધાયેલી  શાળામાં  ફરી  જોડાનાર  10થી વધુ  નહીં જેટલા વિદ્યાર્થીઓને  અધિકારીની  પરવાનગીથી  ધો.10ના  પ્રત્યેક વર્ગમાં  પ્રવેશ આપી શકાશે. તેમ જણાવ્યું હતુ.

જોકે  બોર્ડ દ્વારા  તાજેતરમાં  આ જોગવાઈ  શાળાઓને અંધારામાં રાખીને  બંધ કરી દીધી હોવાનું સામે આવ્યું છે.પોરબંદરની એક સ્કુલ  દ્વારા ધો.10ના માર્ચ 2022ની પરીક્ષામાં નાપાસ થયેલા  20 જેટલા  વિદ્યાર્થીઓને નિયમિક  પ્રવેશ આપવા માટે  રજૂઆત કરી હતી. જેના પગલે  બોર્ડ દ્વારા  પૂન: પ્રવેશની જોગવાઈ  રદ કરવામાં  આવી હોવાની સ્પષ્ટતા હતી ગ્રાન્ટ નીતિ બનાવવામા આવી ત્યારે ગ્રાન્ટઈનએઈડ કોર્ડ અમલમાં આવ્યા હતા. ત્યારે પણ જૂની પરીક્ષાના નાપાસ થયેલા વિદ્યાર્થીઓને  10 ટકા સુધી  એટલે કે  60ના વર્ગમાં  6 વિદ્યાર્થી સુધી પુન: પ્રવેશ આપી શકાય. તેવી જોગવાઈ  કરવામા આવી હતી. ડીસેમ્બર 2021 પહેલા આ જોગવાઈ  ગુજરાત માધ્યમિક  શિક્ષણ વિનીયમો 1947માં પણ હતી. ત્યારબાદ  બોર્ડમાં  ચુટાયેલુ બોર્ડ ન હતુ માત્ર  અધિકારીઓ સાક્ષીત બોર્ડ હતુ  ત્યારે નાપાસ થયેલા  વિદ્યાર્થીઓને  પુન: પ્રવેશની જોગવાઈ  રદ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.