બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ: કુમ-કુમ તિલક કરી, મોં મીઠા કરાવી આવકાર અપાતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ બેવડાયો
આજથી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજકોટ જિલ્લામાં સવારથી વિદ્યાર્થીઓ પોત-પોતાના કેન્દ્ર સ્થાને પરીક્ષા દેવા પહોંચી ગયા હતા અને આજ સવારથી જ ધો.૧૦ની પરીક્ષાનો શાંતીપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. વિદ્યાર્થીઓને કુમ-કુમ તિલક કરી મોં મીઠા કરાવીને આવકાર અપાતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ બેવડાયો હતો અને વિદ્યાર્થીઓએ પુરા જુસ્સા સાથે પરીક્ષા આપી હતી. આજે પ્રથમ ગુજરાતીનું પેપર સરળ નિકળતા વિદ્યાર્થીઓ ખુબ જ ખુશખુશાલ થઈ ગયા હતા અને વિદ્યાર્થીઓનો હરખ સમાતો ન હતો.
આજે ધો.૧૦ના રાજકોટ જિલ્લાના કુલ ૫૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને ૩૦૦થી વધુ કેન્દ્રો અને ૩૦૦૦થી વધુ બ્લોકમાં ધો.૧૦ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ૧૩ જેટલા જેલના કેદીઓએ પણ પરીક્ષા આપી હતી અને ૬૨ જેટલા દિવ્યાંગોએ પણ ધો.૧૦ની પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેમજ વાતાવરણ તંગદિલીભર્યું ન સર્જાય તે માટે રાઉન્ડ ધી કલોક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને પોતાના કલાસ ‚મમાં જ પાણીની વ્યવસ્થા મળે તેવું આયોજન કરાયું હતું. તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવ્યું હતું જોકે આજે એક પણ કોપી કેસ બન્યો ન હતો અને ફરિયાદ પણ આવી ન હતી. આજે પ્રથમ પેપરમાં ૫૮૫ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોય તેવું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ ધો.૧૦ની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ ખુબ જ ટેન્શનમાં આવી જતા હતા જોકે હવેના સમયમાં વિદ્યાર્થીઓ પરીક્ષાઓના તણાવથી નહીં પરંતુ ઉત્સવની જેમ માણતા હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓમાં જાણે સ્પર્ધા યોજાય હોય તેવી રીતે ઉત્સાહભેર પરીક્ષા આપવા માટે આવતા હોય છે. વિદ્યાર્થી સાથે આજે વાલીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. આજે ગુજરાતીના પેપર બાદ આવતીકાલે એક દિવસ રજા અને ત્યારબાદ શનિવારે ધો.૧૦માં વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર પરીક્ષાર્થીઓ આપશે.
પહેલા આવડતા પ્રશ્ર્નો લખવાથી સમય બચે: કૃષ્ણકાંત ધોળકીયા
ગુજરાત માઘ્યમિક ઉચ્ચતર શિક્ષણની બોર્ડની પરીક્ષા હોવા છતાં ખુબ જ હળવા મૂડમાં જણાતા ધોળકીયા સ્કુલના પ્રિન્સીપાલએ જણાવ્યું હતું ક. સ્કુલનું વાતાવરણ તથા સ્કુલની વ્યવસ્થાને કારણે બાળકોમાં આત્મ વિશ્ર્વાસ વઘ્યો છે. જેણી લીધે તેઓ પરીક્ષા આપવા માટે ઉત્સાહી છે પરંતુ નર્વસ નથી વિઘાર્થીઓને સલાહ આપતા જણાવ્યું હતું કે પરીક્ષામાં પ્રશ્ર્નો ધારણા બહારના હોય એેવું લાગે તો પણ ધીરજ રાખી આગળના પ્રશ્ર્નો પર ઘ્યાન આપવુ. મુશ્કેલી વાળા પ્રશ્ર્નોને પછી ઉકેલવા જોઇએ. તેમણે વાલીઓને પણ બાળકોનો ઉત્સાહ વધારવા માટે સલાહ આપી હતી જેથી પરીક્ષા વખતે વિઘાર્થીઓ પોતાનું ૧૦૦ ટકા પરિણામ આપી શકે.
શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા જીલ્લા વહીવટી તંત્ર ખડેપગે: ડો. રાહુલ ગુપ્તા
આ તકે કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે સમગ્ર રાજયમાં જયારે ધો.૧૦ અને ૧રની પરીક્ષા યોજાવા જઇ રહી છે ત્યારે રાજકોટમાં પણ ૩૫૭ જેટલા બિલ્ડીંગસમાં ૯૬ હજાર જેટલા વિઘાર્થીઓ આ પરીક્ષામાં બેસવા જઇ રહ્યાં છે. હું તમામ વિઘાર્થીઓને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પરીક્ષાઓ ખુબ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. કંટ્રોલ રુમ પણ કાર્યરત છે. આ ઉપરાંત દરેક બિલ્ડીંગમાં પ્રાઇવેટ ડોકટરના નામ અને નંબર પણ આપવામાં આવ્યા છે. જેથી કરીને જો કોઇપણ પ્રકારની મેડીકલ રીકવાયમેન્ટ આવે તો પણ એ વિઘાર્થીઓને તબીબી સહાય તાત્કાલીક મળી રહે, આ ઉપરાંત ર૦ જેટલા બિલ્ડીંગના બ્લોકને સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ બ્લોક આઇડેન્ટીફાઇ કરેલા છ.
જયાં વર્ગ-૧ અને વર્ગ-ર ના અધિકારીને પણ ડયુટી ફુલ ટાઇમ ડયુટી આપવામાં આવેલી છે. આ પ્રકારે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તેના માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
૯૦ થી વધુ ગુણ તો અંગ્રેજીમાં આવશે જ: પ્રિયા
ધો.૧૦ની વિઘાર્થીની પ્રિયાએ જણાવ્યું હતું કે અમારે આજે સૌ પ્રથમ અંગ્રેજીનું પેપર છે અને પરીક્ષા પૂર્વ જબરદસ્ત તૈયારીઓ કરવામાં આવી છે અને શૈક્ષણીક વર્ષ શરુ થયાની સાથે જ બોર્ડની પરીક્ષાને ઘ્યાનમાં લઇ પુરતી મહેનત કરી છે.
પરંતુ અંગ્રેજીના પેપરના બસ સારા માર્કસ આવી જાય એટલે હાશકારો કારણ કે જે પ્રકારે તૈયારીઓ કરી છે તે રીતે આજના પેપરમાં ૯૦ થી વધુ ગુણ તો મેળવવાજ જોશે.
બધા પેપર સારા જ જશે: હરીત
અબતક સાથેની વાતચીત દરમિયાન રાબડીયા હરીતે જણાવ્યું કે, રાજકોટની પાઠક સ્કુલમાં મારે પરીક્ષા માટેનો નંબર આવ્યો છેઅને તૈયારીઓ તો સારી કરી વહેલી સવારે ઉઠીને વાંચનમાં ઘ્યાન આપ્યું છે.હવે તો પરીક્ષાનો ભય પણ ઉત્સાહમાં પરિવર્તીત થઇ ચૂકયો છે. માટે બધા જ પેપર સાર જ જશે તેવી આશા છે.
કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલિસ વિભાગનો પણ સહકાર: આર.એસ. ઉપાઘ્યાય
આ તકે જીલ્લા શિક્ષણ અધિકારી આર.એસ. ઉપાઘ્યાયે જણાવ્યું હતું કે જીલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન નીચે ધો.૧૦ અને ૧રની પરીક્ષાનો શુભારંભ થઇ રહ્યો છે. ત્યારે ધો.૧૦ નું પ્રથમ પેપર સવારે ૫૭ હજાર કરતાં વધારે વિઘાર્થીઓ આજે પેપર આપે છે. આ પરીક્ષામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ ડીપાર્ટમેન્ટ તરફથી પુરતી સુવિધાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત વિઘાર્થીઓને ઠેર ઠેર આવકારવા માટે કુમ કુમ તિલક , ચોકલેટસ અને ગુલાબનું ફુલ આપીને સ્વાગત કરવા માટે આવ્યુઁ છે. ખુબ સારા વાતાવરણમાં પરીક્ષા લેવાય તેવું જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
માત્ર સારા નંબર નહીં ઉજજળ કારકિર્દી અગત્યની: ટિવકલ સતિકુંવર
મારીદિકરી અહીં ૧૦ બોર્ડની પરીક્ષા દેવા આવી છ. તેની તૈયારી ખુબ જ જોરમાં હતી અને અમે એવી આશા રાખી છે કે પરીક્ષામાં તમામ વિઘાર્થીઓ પાસ થઇ જાય અને સારા એવા નંબર લઇ આવે જે માટે ઘરમાં પણ એવો જ માહોલ રાખ્યો હતો. અને અમે પણ ટીવી કે મોબાઇલ વાપરવાનો ઉપયોગ ટાળ્યો હતો. સામે એટલે જ ભોગ આપ્યો છે. અમે અમારી દિકરીઓનું એમ કહેતા પણ નથી કે નંબર જ જોઇએ પણ ભણી ગણીને ખુબ આગળ વધે અને પોતાની ઉજજવળ કારકીદી ઘડે તેવી જ આશા
આત્મવિશ્ર્વાસ સાથે પરીક્ષા આપીશું: નીધી
આ તકે ધો.૧૦ ની વિઘાર્થીની નીધીએ જણાવ્યું હતું કે મે અંગ્રેજીના પેપરની ખુબ જ સારી તૈયારી કરી છે. અંગ્રેજીમાં મને યાદ રહે ત્યાં સુધી મેં વાચ્યું છે અમે કોન્ફીડન્સયી પેપર આપવાના છીએ. કેમ કે જો પરીક્ષાની બીક રાખશું તો જે આવડે છે એ પણ ભૂલાઇ જશે એટલે અમે ખુશીથી અને શાંતિથી પેપર લખશું. આશાઓ છે કે આ સારા પરિણામો આવશે. અને અમારા વાલીઓએ પણ સતત સાથે જાગીને તૈયારી દરમિયાન અમારો ઉત્સાહ વધાર્યો માટે કોઇ જ ચિંતા નથી.
વિઘાર્થીઓનો જોશ… હાઇ !!!
બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ વિઘાર્થીઓમા: અનેરો ઉત્સાહ તૈયારીઓ ઉપર કોન્ફીડન્સ દર્શાવ્યો અને જોશ તો હાઇ જ જોવા મળ્યો કોઇએ કંકુ તિલક લગાવ્યા તો કોઇ દહીં ખાંડ લઇને પરીક્ષા આપવા આવ્યા. વળી પરીક્ષા માત્ર વિઘાર્થીઓની જ નહી પણ વાલીઓની પણ હોય તેવો માહોલ સર્જાયો હતો. પ્રથમ દિવસે પેપર માટે શાળાએ મુકવા આવતા વાલીઓની આંખોમાં હરખના આંસુ, વિઘાર્થીઓની ઉજજવળ કારકીર્દીની પ્રાર્થના અને લાગણી ભર્યો માહોલ સર્જાયો હતો. એ ઇ પરીક્ષા હોય કે તહેવાર રંલીલા રાજકોટવાસીઓ જો જીવી જાણે
શ્રી હ.લ.ગાંધી વિદ્યા વિહાર સ્કૂલમાં પરીક્ષાર્થીઓનું કુમ કુમ તિલકથી સ્વાગત
આજથી શરૂ થયેલ બોર્ડની પરીક્ષામાં આત્મીય કોલેજ કેમ્પસ સ્થિત શ્રી હ.લ.ગાંધી વિદ્યા વિહાર સ્કૂલ ખાતે આજરોજ આત્મીય સંકુલના સંવાહક સંત પ.પૂ.ત્યાગવલ્લભસ્વામીજીના હસ્તે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને પ્રસાદ વિતરણ સાથે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવેલ હતું. સાથે શાળાના આચાર્ય સંજયભાઈ પંડયા, આત્મીય કોલેજના ડો.જી.ડી.આચાર્ય તથા આત્મીય સ્કૂલના પૂ.સ્વસ્તિક દીદી અને પૂ.નીતા દીદીના હસ્તે બાળકોને આવકારેલ હતા.