ભારતીય વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન! તમારી ધીરજ સાર્થક સાબિત થઈ છે: જીરોંગે ટવીટ કરી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું
ભારતીય વિદ્યાર્થીઓ જે ચીનમાં અભ્યાસ કરતા હતા તેમના માટે રાહતના સમાચાર આવ્યા છે. ચીને સોમવારે જાહેરાત કરી છે કે ભારતીય વિદ્યાર્થીઓ 24 ઓગસ્ટથી, બે વર્ષથી વધુ સમય પછી તેમના અભ્યાસને ફરીથી શરૂ કરવા માટે પાછા ફરવા માટે વિઝા માટે અરજી કરી શકશે. કોવિડ-19 મહમારીના કારણે બેઇજિંગ દ્વારા લાદવામાં આવેલા કડક વિઝા પ્રતિબંધો મુક્યા હતા. ત્યારે હવે 2 વર્ષ બાજ ચીને ભારતી નાગરિકો માટે વિઝા અરજીની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે.
ચીનના એશિયન બાબતોના વિભાગના કાઉન્સિલર જી રોંગે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. જી રોંગે ટ્વીટમાં લખ્યું કે, ભારતીય વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન! તમારી ધીરજ સાર્થક સાબિત થઈ છે. ચીનમાં ફરીથી તમારું સ્વાગત છે!”જી રોંગે ટ્વીટમાં નવી દિલ્હીમાં ચીની દૂતાવાસ દ્વારા વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ અને ચીનમાં કામ કરતા લોકોના પરિવારો માટે વિઝાની શરૂઆતની જાણ કરતી પોઈન્ટ-બાય-પોઈન્ટ જાહેરાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ જાહેરાત મુજબ, એક્સ 1 -વિઝા એવા વિદ્યાર્થીઓને આપવામાં આવશે જેઓ ઉચ્ચ શૈક્ષણિક શિક્ષણ માટે લાંબા અંતરના અભ્યાસ માટે ચીન જવાની પ્લાનિંગ ધરાવે છે, જેમાં નવા-નોંધાયેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેઓ તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે ચીન પરત આવવા ઈચ્છે છે. મહત્વનું છે કે, 23000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ, મોટાભાગે મેડિસીનનો અભ્યાસ કરે છે, તેઓ કોવિડના કારણે આવેલી વિઝા મર્યાદાઓને કારણે હાલ ભારતમાં અભ્યાસ વગર બેઠા છે.
એવા વિદ્યાર્થીઓ જેઓ તેમના અભ્યાસને આગળ ધપાવવા માટે તાત્કાલિક ચીન આવવાની જરૂર હોય તેવા વિદ્યાર્થીના નામ ચીને માંગ્યા હતા ત્યાર પછી ભારતે કેટલાક વિદ્યાર્થીઓની યાદી રજૂ કરી હતી. દિલ્હીમાં ચીની દૂતાવાસની સાઇટ પર પોસ્ટ કરાયેલ સોમવારના જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અને જૂના વિદ્યાર્થીઓ કે જેઓ કોવિડ વિઝા પ્રતિબંધને કારણે ચીનની મુસાફરી કરી શક્યા નથી તેમને વિદ્યાર્થી વિઝા આપવામાં આવશે.માર્ચમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીની ભારતની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે વિઝા શરૂ કરવા અંગે ચર્ચા કરી હતી. જયશંકરના અંગત હસ્તક્ષેપ બાદ ચીને કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને પરત ફરવાની મંજૂરી આપી હતી.
ચીન પરત ફરતા વિદ્યાર્થીઓની યાદી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પ્રસાર ભારતી અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓના પરત ફરવાના મુદ્દાને અલગ રીતે હેન્ડલ કરવામાં આવી રહ્યો છે.