નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની ૭૭ પ્રાથમિક શાળાઓમાં માતૃભાષા દીનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારની શિફટ અને બપોરની શિફટએમ બંનેમાં છાત્રો અને શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા.
શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને વાઈસ ચેરમેન અલ્કાબેન કામદાર તથા શાસન અધિકારી દેવદત પંડયાએ ભાષા વિષયક માર્ગદર્શન આપ્યું હતુ.
પ્રાર્થના સંમેલનમા બાળકોને માતૃભાષાનું મહત્વ સાથે શુધ્ધ વાંચન તેમજ વિવિધ પ્રવૃતિના પ્રોજેકટના માધ્યમથી માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી હતી. નાના બાળકોને માતૃભાષાપ્રત્યેની માહિતી સાથે ભાષા વિષયક ગણોનું સિંચન થાય તેવો શુભાશિષ કરવામાં આવ્યો હતો.