ઇન્ટર્નશિપ પર રોક લગાવતા નેશનલ મેડિકલ કમિશનના નવા નિયમોને કોર્ટમાં પડકાર્યો
મેડિકલ કોલેજમાં અભ્યાસ બાદ ઇન્ટર્નશિપના મામલે એક વિદ્યાર્થિનીને મામલો બિચકતા તેને નેશનલ મેડિકલ કમિશનના નિયમોને હાઇકોર્ટમાં પડકાર્યો છે. જે તે મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન શિપ કરવા મામલે હવે વિદ્યાર્થીઓ હાઇકોર્ટની શરણે પહોંચ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ એન.એચ એલ. મેડિકલ કોલેજના એક વિદ્યાર્થીએ એમ.બી.બી એસ. કોર્સ માટે જે કોલેજમાં વિદ્યાર્થીનું નામ નોંધાવ્યું હતું તે કોલેજમાં ઇન્ટર્નશિપ પર રોક લગાવતા નેશનલ મેડિકલ કમિશનના નવા નિયમોને પડકારતી ગુજરાત હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે.
અગાઉના નિયમો અનુસાર, એમ.બી.બી.એસ. વિદ્યાર્થીઓ સાડા ચાર વર્ષનો અભ્યાસ પૂરો કર્યા પછી દેશભરની કોઈપણ મેડિકલ કોલેજમાં તેમની એક વર્ષની ફરજિયાત ઈન્ટર્નશિપ લઈ શકે છે. તેમને ફક્ત તેમની પોતાની કોલેજો તેમજ તેઓ જે કોલેજોમાં ઈન્ટર્નિંગ કરવા આતુર હતા તેમની સંમતિની જરૂર હતી. આ અંગે અરજદાર શ્રુતિ ગુપ્તા વડોદરાની જી.એમ.ઈ.આર.એસ. કોલેજમાં ઇન્ટર્નશિપ કરવા માગે છે, પરંતુ તેણે અમદાવાદની એન.એચ.એલ. મેડિકલ કોલેજમાંથી તેનો કોર્સ પૂરો કર્યો છે.
આ અંગે તેણીને પોતાની નિર્ધારિત કોલેજમાં મેડિકલ કોર્સના ઇન્ટર્ન માટે મંજૂરી મળી ન હતી. જેના પગલે હવે વિદ્યાર્થીએ એન.એમ.સી.ના નિયમોને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. એટલું જ નહિ પરંતુ આ વિદ્યાર્થીએ હજુ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવાની પણ તૈયારી દર્શાવી છે.
પરંતુ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ઈચ્છિત જગ્યાઓ પર ઇન્ટર્ન શિપ કરવા માટે થતી અરજીઓની મંજૂરી બાદ મોટા પ્રમાણમાં ઇનબેલેન્સ પણ સર્જાય છે. જેના કારણે કોઈ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓવરલોડ થઈ જતી હોય છે. તો કોઈ સ્થળ પર વિદ્યાર્થીઓની કટોતી સર્જાતી દેખાય રહી છે. જેના કારણે તંત્ર અને દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.