વિદ્યાર્થીઓની આંતરિક શકિતઓ ખીલવવા ભૂષણ હાઈસ્કુલ દ્વારા ફૂડઝશેન ૨૦૧૮
ભૂષણ હાઈસ્કુલ તથા તેની ભગીની સંસ્થા પોલસ્ટાર પ્રાઈમરી સ્કુલમાં સંયુકત ઉપક્રમે વિદ્યાર્થીઓની આંતરીક શકિતઓને પીછાણી તેને બહાર લાવવાની કવાયતનાં ભાગ‚પે દર વર્ષે આયોજીત કરવામાં આવતા નવતર પ્રકારનાં કાર્યક્રમો અંતર્ગત આ વર્ષે ફૂડ ઝોન ૨૦૧૮નું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતુ. સ્કુલનાં વિદ્યાર્થીઓ તથા એમના પરિવારજનોની સાથે મિત્રો-સ્નેહીઓએ બહોળી સંખ્યામાં આ ‘ફૂડઝોન’ની મુલાકાત લીધી હતી.
સ્કુલનાં સંચાલક પરિમલભાઈ પરડવા તેમજ મેહુલભાઈએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે ૨૦૧૬માં સેલીબ્રેશનની ભવ્ય સફળતા બાદ આયોજીત આ કાર્યક્રમમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે.જેમાં પેલા ધોરણથી નવમાં ધોરણ સુધીનાં વિદ્યાર્થીઓએ રો મટીરીયલમાંથી સ્કુલનાં શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ વિવિધ વાનગીઓ બનાવીને સ્ટોલમાં ઉભા રહી ખાણીપીણીનો ધંધો કઈ રીતે થાય તેના પાઠ શિખ્યા છે.
આ આયોજનમાં ખાસ કરીને વિદ્યાર્થીનીઓને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. કુલ ૧૮ સ્ટોલમાં ચાર બાસ્કેટ, પાણીપુરી, પિઝા, વડાપાવ, સમોસા, કચોરી જેવા વિવિધ નાસ્તાને શુધ્ધ કાચી સામગ્રીમાંથી બનાવવામાં આવ્યા હતા. આનાથી વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે સભાનતા વધે, હાઈઝેનીક ફૂડ પ્રત્યે જાગૃતિ આવે એ હેતુ આ ફૂડ ઝોનનો રાખવામાં આવ્યો છે. પરિમલભાઈએ વધુ માહિતી આપતા જણાવ્યુંં હતુ કે પહેલા દિવસે આશરે ૩૫ હજાર લોકોએ ફૂડઝોનને માણ્યો હતો. મુકેશ હરસોડા અને ધર્મેશ ડોબરીયા સહિતના વાલીઓએ શાળાની આ પ્રવૃત્તિને બિરદાવી હતી. અને પોતાના સંતાનોને કાઉન્ટરની પાછળ ઉભા રહીને ગ્રાહકોને સેવા આપતા જોવાનો ગર્વ થાય છે.તેમ ઉમેર્યુ હતુ.