- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રવેશદ્વારથી સર્કલ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય ખાડાઓ અંગે ઊચ્ચ અધીકારીઓ
- કોઈ યોગ્ય નિરાકરણ લાવશે? કે કેમ? કે પછી વિકાસની વાતો તો? માત્ર ને માત્ર કાગળ પર જ રહેશે?
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં વરસાદ બાદ દેડકાં જોવા મળે કે ના મળે પણ રોડ પર ખાડા તો અવશ્ય જોવા જ મળે છે. છેલ્લા 3 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પ્રવેશદ્વારથી સર્કલ સુધીનો રસ્તો જે બિસ્માર હાલતમાં હોય અનેક નાની મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ છે. આમ તો સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના અંદરના તમામ રસ્તાઓ તત્કાલીન કુલપતિ ડો.કનુભાઈ માવાણીના સમયગાળા દરમિયાન બનવવામાં આવ્યા હતા. આ તમામ રસ્તાઓને બનાવ્યા ત્યારબાદ વર્ષો વીતી ગયા છતાં આ આરસીસીના રસ્તાઓ ચકાચક જોવા મળે છે. પરંતુ યુનિવર્સીટીના પ્રવેશદ્વારથી મુંઝકા જવાનો રસ્તો અતિ બિસ્માર હોય તો વિધાર્થીઓ અને આવતા જતા રાહદારીઓને પારિવારિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા દિવસ પહેલા આ રસ્તો બંધ કરી તેમાં કેમિકલ નાખી મરમ્મત કરવામાં આવી પણ આજના દિવસે સ્થતિ એ ને એ હતી. ઉપરોકત તસ્વીરમાં દેખાતા અતિ બિસ્માર હાલત માં ખાડાઓ વિસે ઊચ્ચ અધીકારીઓ કોઈ યોગ્ય નિરાકરણ લાવશે ? કે કેમ ? કે પછી વિકાસ ની વાતો તો ? માત્ર ને માત્ર કાગળ પર જ રહેશે ? અન્યથા કોઈ સ્થાનિક રાહદારીઓ, વિધાર્થીઓ કે વાહન ચાલકોને મોટું નુકસાન કે પછી કોઈની જિંદગી હોમાઈ જાય તો તેનું જવાબદાર કોણ ? તેવું વાયુવેગે ચર્ચાએ જોર પકડેલ છે.
એક તરફ યુનિવર્સિટીની બદનામ છબી સુધારવા નવા સતાધિસો કવાયતો કરી રહ્યા છે પરંતુ કોઇ અન્ય યુનિવર્સિટીના પ્રતિનિધિ કે વિદ્યાર્થીઓ સૌ.યુની. ના કેમ્પસની મુલાકાતે આવતા સમયે મુખ્ય દ્વારથી રસ્તાની અતિ ખરાબ હાલત અને ખાડાઓ જોઈને જ શરૂઆતથી તેઓના માનસમા શૈક્ષિણિક સુવ્યવસ્થા વિશે ખરાબ છાપ છોડે તેવી દુર્લભ સ્થિતિ છે.સ્કુટટના ટાયર સમાઈ જાય તેવા ખાડાઓમા 5 દિવસ પેહલા બાંધકામ વિભાગે સિમેન્ટથી સમારકામ તો કર્યું પણ હજુ 70% ખાડા-ખબચડાઓ હજુ જૈશે થે તૈશે સ્થિતિમા છે. કુલપતિ સાહેબ કે કોઇ સ્કૂટરમા આ રસ્તામાથી પસાર થશે ત્યારે વિદ્યાર્થી રાહદારીઓની વ્યથા સાંભળશે કે પછી કેમ્પસમા કોઇ વીવીઆઈપી મહેમાન આવતા સમયે જ રસ્તાઓ સજાવશે તેવુ વિદ્યાર્થીજાગતમાં ચર્ચાઓ જાગી છે.