નટાક,નૃત્ય અને બોધપાઠ આપતી કૃતિઓ કરાઇ રજુ: ૧૫૦૦ છાત્રાએ ભાગ લીધો
હેમુ ગઢવી હોલ ખાતે ક્રિસ્ટલ સ્કુલ દ્વારા ક્રિસ્ટલ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૫૦૦ જેટલા વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. અને વિવિધ કૃતિઓ રજુ કરાઇ હતી. જેમાં નાટક, ડાન્સ અને બોધપાઠ મળે તેવી કૃતિઓ રજુ કરાઇ હતી.
આ કાર્નિવલ વિશે ક્રિસ્ટલ સ્કુલના ચેરમેન રણજીતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે આ કાર્નિવલનું નામ ખુશીયો કા ત્યોહાર રાખવામાં આવ્યું છે. જેનું મુખ્ય કારણ એ છે ક્રિસ્ટલ સ્કુલને ૯ વર્ષ પૂર્ણ થયા છે અને ૧૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. જેની ખુશી અમે મનાવી રહ્યા છીએ. આ કાર્નિવલમાં ૧૫૦૦ જેટલા વિઘાર્થીઓને ભાગ લીધો છે. અને ફકત ૧૫ દિવસમાં તમામ કૃતિઓ તૈયાર કરાઇ છે જે વિઘાર્થી અને શિક્ષકોની મહેનતનું પરિણામ છે.
ક્રિસ્ટલ સ્કુલની ખાસીયતો વિશે જણાવતાં સ્કુલના પ્રિન્સીપાલ સંગીતા ડોડીયાએ કહ્યું હતું કે અમારી સ્કુલમાં હંમેશા માટે અમે કંઇક નવું કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને અમારો વિશ્ર્વાસ છે કે ફકત પુસ્તકીયું જ્ઞાન જરુરી નથી તેની સામે બાળકોમાં રહેલા કૌશલ્યોને ખિલવવા જરુરી છે કેમ કે જરુરી નથી કે દરેક બાળકમાં કંઇક ને કંઇક કળા વહેલી હોય છે જેને અમે બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ જે ક્રિસ્ટલ સ્કુલની ખાસિયત છે.
ક્રિસ્ટલ સ્કુલ કાર્નિવલ વિશે શાળાના એચ.ઓ.ડી. સેજલ ગાંધીએ જણાવતા કહ્યું હતું કે આજે ક્રિસ્ટલ સ્કુલે ૯ વર્ષ પૂર્ણ કરીને ૧૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે જેના ઉત્સવના ભાગરુપે આજે અમે ક્રિસ્ટલ કાર્નિવલનું આયોજન કરાયું છે. જેથી અમે આ કાર્નિવલનું નામ ખુશીઓ કા ત્યોહાર રાખ્યું છે.
ખાસ કરીને તેમણે કાર્નિવલ વિશે જણાવતાં કહ્યું હતું કે આ સમગ્ર કાર્યક્રમ સ્વસ્છ ભારત અભિયાન ના થીમ ઉપર રાખવામાં આવ્યો છે. કેમ કે સરકાર સ્વચ્છ ભારત માટે ખુબ જ પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે ક્રિસ્ટલ સ્કુલ દ્વારા એક પગલું લેવાયું છે. વિવિધ કાર્યક્રમો વિશે જણાવતા કહ્યું હતું કે પિતા-પુત્ર નો સંબંધ દર્શાવતું નાટક કાળજા કેરો કટકો નાટક ગુજરાતનું શૌર્ય બતાવતું તલવાર રાસ, અને વિવિધ બીજી કૃતિઓ રજુ કરાઇ છે. આ કાનિવલમાં કુલ ત્રણ શો રાખવામાં આવ્યા છે અને આશરે ૧૫૦૦ જેટલા વિઘાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.