સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના ૬૫ ગોલ્ડ મેડાલિસ્ટનું કરાયું સન્માન: ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, રજીસ્ટ્રાર ડો. જતીન સોની, પરીક્ષા નિયામક નિલેશ સોની સહિતના ઉપસ્થિત રહ્યા
આપણા જીવનમાં જન્મ આપનારી આપણી માં, જે જગ્યા પર આપણે જન્મ લીધો છે તે જન્મભૂમિ અને જેના થકી આપણને નવજીવન મળ્યું હોય તે માતૃસંસ્થા આ ત્રણ વસ્તુ વિદ્યાર્થીઓએ જીવનમાં ક્યારેય ભૂલવી ન જોઈએ. આજના યુવાનો વિદ્યાર્થીઓ એવી નિષ્ઠા સાથે કામ કરે કે સતત ઊર્જાવાન બની રહે તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ સુવર્ણચંદ્રક મેળવનાર વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિતીન પેથાણી અને ઉપકુલપતિ વિજય દેશાણીએ જણાવ્યું કે પદવીદાન સમારંભમાં માનનીય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના હસ્તે ૨૨ ગોલ્ડ મેડાલિસ્ટને રૂબરૂમાં પદવી એનાયત કરી સન્માન કરાયું હતું.
કોરોનાને કારણે પદવીદાન સમારંભ માં સીમિત વિદ્યાર્થીઓ અને સિન્ડિકેટ સભ્યો તથા ફેકલ્ટી ડીનની અધ્યક્ષતામાં સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે પદવીદાન સમારંભ યોજાયો હતો.જેમાં બાકી રહી ગયેલા ગોલ્ડ મેડાલિસ્ટ નાં સન્માન માટે આજે સેનેટ હોલ ખાતે કાર્યક્રમ ગોઠવાયો હતો. જેમાં ૬૫ વિદ્યાર્થીઓને કુલપતિ અને ઉપકુલપતિ નાં હસ્તે ગોલ્ડ મેડલ એનાયત થશે અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કોવીડ – ૧૯ ની ગાઇડલાઇન નું ચુસ્ત પાલન પણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલપતિ, ઉપકુલપતિ સાથે રજીસ્ટ્રાર ડો. જતીન સોની અને પરીક્ષા નિયામક નિલેશ સોની પણ ઉપસ્થિત રહ્યા હતા.