અબતકની મુલાકાતમાં એનએસયુઆઈના નવનિયુકત પ્રમુખે વિદ્યાર્થી જગતની સમસ્યાની કરી ચર્ચા
વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગતમાં વિદ્યાર્થીઓના પ્રશ્ર્ને ન્યાય માટે લડત આપતા એનએસયુઆઈ રાજકોટ જિલ્લા પ્રમુખ પદે બ્રિજરાજસિંંહ રાણાની વરણી કરવામાં આવી છે. અબતકની મુલાકાતે આવેલા એનએસયુઆઈની ટીમે સંસ્થાની પ્રગતી અને કાર્યપ્રણાલી અંગે ચર્ચા કરી હતી.
પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા રાજકોટના બ્રીજરાજસિંહ રાણાનું રાજકોટ એનએસયુઆઈના પ્રમુખ તરીકે નિયુકત કરવામાં આવેલ છે.
રાજકોટમાં શિક્ષણમાં જે રીતે સેલ્ફ ફાઇનાન્સ ના યુગમાં જે રીતે યુનિવર્સિટીઓ ખુલી રહી છે જેમકે રાજકોટ માં ભૂતકાળમાં એક માત્ર સરકારી યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યરત છે . જ્યારે આજ રોજ રાજકોટમાં મારવાડી , આત્મીય , આર.કે. અને દર્શન યુનિવર્સિટી કાર્યરત છે જેથી વિધાર્થીઓ અને વાલીઓ લૂંટાઇ રહ્યા છે જ્યારે સરકારને આ 4 યુનિવર્સિટી હોવાથી રોજ્ગારી નથી આપવી પડતી . કારણકે જો સરકારી યુનિવર્સિટી કરવામાં આવે તો રોજગારી આપવી પડે અને સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટીની મંજુરી માટે સરકારમાં પૈસા ભરવા પડે જેથી સરકારને આવક થાય છે . અને જે યુનિવર્સિટીઓ ને મંજુરી મળે છે તે યુનિવર્સિટી વિધાર્થી અને વાલીઓને લૂંટી રહી છે જેનું નુકશાન વાલીઓ અને વિધાર્થીઓ ભોગવી રહ્યા છે.
કોલેજોમાં જે રેગીંગ ના બનાવો બની રહ્યા છે અને હાલમાં જે બનાવ મારવાડી યુનિવર્સિટી માં બન્યો અને બધી સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી માં આવા બનાવો થઇ રહ્યા છે . આવા બનાવોમાં હું વિધાર્થીઓને અપીલ કરું છું કે સિનિયર – જુનિયર નું ન રાખે અને ભાઈચારાની ભાવનાથી અભ્યાસ કરે અને જો આવા બનાવો બનશે તો ગજઞા આક્રમક રીતે આવી યુનિવર્સિટી અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો સામે લડત લડશે. આ નિમણૂંક ને ગુજરાત કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ , ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા , પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી મૂકેશભાઇ ચાવડા , રાજદીપસિંહ જાડેજા , તેમજ આદિત્યસિંહ ગોહિલ , નિતીન ભાઈ ભંડેરી , હરપાલસિંહ જાડેજા , અલ્પેશ સાધરીયા , વૈશાલી સિંદે , યોગિતા વડોલિયા , રવિ જીતિયા , હિરલ બેન રાઠોડ , આ સાથે ગ ડપ્પા ના આગેવાનો પાર્થ બગડા , અંક્તિ સોંદરવા , આર્યન કનેરીયા , ધવલ રાઠોડ દ્વારા આવકારવામાં આવી હતી.