વિદ્યાર્થીઓ વેપાર ઉઘોગ તરફ વળે તે હેતુથી ‘અબતક’મીડિયા સાથે મળીને સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના એમ.બી.એ. ના વિદ્યાર્થીઓ દ્વારા ‘સમીક્ષા–૨૦૧૭’ ઇવેન્ટનું આયોજન સંપન્ન
સૌરાષ્ટ્ર યુવિસીર્ટી ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ ખાતે એમ.બી.એસ. ના વિઘાર્થીઓ દ્વારા સમીક્ષા-૨૦૧૭ ઇવેન્ટ નું આયોજન ‘અબતક’મીડીયા સાથે મળીને કરવામાં આવ્યું હતું. અલગ અલગ કોલેજના વિઘાર્થીઓ દ્વારા આ ઇવેન્ટમાં ભાગ લેવામાં આવ્યો હતો. અલગ અલગ ૧૦ પ્રકારની ઇવેન્ટ, જેમ કે ટેલેન્ટ શો, એક મેકીંગ બિઝનેસ પ્લાન, રંગ મંચ, વાદ-વિવાદ, દુર દર્શન, કહાની ચિત્રો કે ઝુબાની, પહેલી ગઢબંધન, છબી, બલ્લા ધુમાકે વગેરે ઇવેન્ટોમાં ૬૦૦ વિઘાર્થીઓએ ભાગ લીધો હતો.આ ઇવેન્ટમાં ભાગ લેવા આવેલા આત્મીય કોલેજના દર્શિત નામના વિઘાર્થીઓએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, સમીક્ષા ૨૦૧૭ ઇવેન્ટ વિઘાર્થીઓ માટે ખૂબ જ લાભદાયી નીવડયો છે. કારણ કે, વિઘાર્થીઓને માત્ર પુસ્તકયું જ્ઞાન નહી પરંતુ પ્રેકટીકલ નોલેજ પણ મળે છે. સાથો સાથે ગ્રુપ વચ્ચે બોન્ડીંગ પણ વધે છે. જે એક અતિ મહત્વપૂર્ણ વાત વિદ્યાર્થીઓ માટે કહી શકાય આ તકે આશિષ જીવાણીએ કહ્યું હતું કે ને કરતા કોર્ડીનેટર તરીકે પણ ઘણો સારો અનુભવ રહ્યો અને ઘણું બધુ શીખવા મળ્યું છે. જેમાં મેનેજમેન્ટ શીખવા મળ્યા છે. ૬૦૦ જેટલા લોકો અથવા વિઘાર્થીઓ જેમાં ભાગ લીધો ો.. તેને મેનેજ કઇ રીતે કરવા તે પણ શીખવા મળે છે.