તપોવન સ્કુલ ખાતે એકિઝબીશન
ભુલકાથી માંડી ધો. ૧ર સુધીના ર૦૦૦ જેટલા વિઘાર્થીઓ પ્રેરક પ્રવૃત્તિમાં જોડાયા: સમય વિકાસ કે વિનાશ? અદભુત માનવ શરીર, આદત બદલો દુનિયા બદલો વગેરે વિષયો પર નાટકો રજુ થયાં
રાજકોટની પ્રખ્યાત તપોવન સ્કુલ ખાતે આત્મ: દીપો ભવ: ની થીમ પર એકઝીબીશનનું તા. ૯ થી ૧ર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. શાળાના બે હજાર જેટલા વિઘાર્થીઓએ રપ જેટલી પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો. જેવા કે સમય, વિકાસ અને વિનાશ, અદભુત, માનવ શરીર, આદત બદલો દુનિયા બદલો, દ્રષ્ટિકોણ વગેરે જેવા નાટકો રજુ કર્યા હતા.
નાના ભૂલકાથી માંડી ધોરણ ૧ર સુધીના વિઘાર્થીઓની અને શિક્ષકોની અથાક મહેનતથી સંદેશો આપતા નાટકો રજુ કરવામાં આવ્યા હતા. આ તકે બહોળી સંખ્યામાં વાલીઓ ઉ૫સ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પુરુ પાડયું હતું.
‘અબતક’સાથેની વાતચીત દરમિયાન નિલેશભાઇ રત્નાકર એ જણાવ્યું હતું કે તપોવન સ્કુલમાં મારી દિકરી અભ્યાસ કરે છે. ત્યારે આજે સ્કુલ દ્વારા એકઝીબીશન આત્મ: દિપો ભવ: આયોજન કરવામાં આવ્યું છે. તેને નિહાળવા અમે આવ્યાં છીએ. સ્કુલ દ્વારા ખુબ જ સુંદર કાર્ય કરવામાં આવ્યું છે. જેમાં સ્કુલની પ્રિન્સીપાલ, શિક્ષકોનો ખુબ જ સપોર્ટ રહ્યો છે. આ એકઝીબીશનમાં ર૪ જેટલા નાટકો પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. જે સંદેશો આપવામાં આવ્યો છે. તે ખુબ જ ઉમદા છે. દરેક થીમને જીવનમાં ઉતારવા જેવી છે દરેક થીમ એક મેસેજ આપે છે. તો હું પણ તમામ લોકોને એક અપીલ કરું છું કે બાળકો દ્વારા સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી છે. તો તેને જીવનમાં ઉતારવી જોઇએ.
અબતક સાથેની વાતચીત દરમિયાન ધેટીયા વિશ્ર્વાએ જણાવ્યું હતું કે હું ધોરણ-પ માં અભ્યાસ કરું છું અમારી સ્કુલ દ્વારા આત્મ: દીપો ભવ: ની થીમ પર એકઝીબીશનનું આયોજન થયું છે. ત્યારે મેં વ્યસન ઉપરનું નાટક રજુ કયુૃ છે. મેં આ નાટક માટે ખુબ જ પ્રેકટીસ કરી હતી અને આજે નાટક રજુ કરીને ખુબ જ આનંદની અનુભુતિ થાય છે.
હું જે લોકો વ્યસન કરે છે તેને એક વિનંતી કરું છું કે તમે વ્યસન કરવાનું છોડી દો વ્યસન કરવું આપણી માટે હાનીકારક છે.
અબતક સાથેની વાતચીત તપોવન સ્કુલના કેમ્પસ ડિરેકટર લાલજીભાઇ રાઠોડએ જણાવ્યું હતું કે અમારી સ્કુલમાં આત્મા: દિપો ભવ: નામની થીમ પર એકઝીબીશનનું આયોજન કયુૃ છે. આ એકઝીબીશનનો મુખ્ય હેતુ એ છે કે આજે માણસ પોતાના વ્યકિતગત, કૌટુંબિક જીવનમાં કોઇપણ પ્રકાશનો બદલાવ લાવવાનો વિચાર કરતો નથી. બીજના બદલાવ માટેનું લીસ્ટ હોય પરંતુ પોતાને પોતાના બદલાવ લાવવો નથી. અને પોતાના દ્રષ્ટિ કોણ, તેની વૃત્તિઓ, વિચાર વાણી વર્તન દિવસે દિવસે બગડતા જાય છે. વ્યકિત બગડે તો સમાજ બગડે પાંચ હજારથી વધુ વાલીઓ સ્કુલ સાથે જોડાયા છે. તો આ એક એવો પ્રયત્ન છે કે જેના દ્વારા લોકોને ખ્યાલ આવે કે મારી અંદર બદલાવ લાવવાની જરુર છે. શું બદલાવવાની જરુરી છે. તેનો ખ્યાલ આવે કેવી રીતે તો શરુઆત આત્મચિંતનથી થાય.
અમારી સ્કુલના ૨૦૦૦ જેટલા વિઘાર્થીઓ આ આત્મા: દિપો ભવ: એકઝીબીશનમાં ભાગ લીધો છે. તેઓ છેલ્લા ૧૫ દિવસથી પ્રેકટીસ કરી રહ્યા છે. સુટેવો જ આપણા જીવનનો આધાર છે સમસ્યાનું મુખ્ય કારણ કુટેવ છે. તો કુટેવ દુર થાય અને સુટેવ આવે.
અબતક સાથેની વાતચીત દરમિયાન પેથાણી દેવર્શએ જણાવ્યું હતું કે હું છઠ્ઠા ધોરણમાં અભ્યા કરું છું. અમારી સ્કુલ દ્વારા દર વર્ષે અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે આત્મ: દિપો ભવ: એકઝીબીશનનું ચાર દિવસ માટે આયોજન થયું છે. ઘણા સમયથી અમે તૈયારીઓ કરતા હતા. ત્યારે મેં શિસ્ત અને એકાગ્રતા નાટકમાં ભાગ લીધો છે. આપણા જીવનમાં શિસ્ત અને એકાગ્રતા હોવી જરુરી છે. મને આ નાટક ભજવતી વખતે ખુબ જ આનંદ આવ્યો અને એક સારી શીખ મળી છે કે જીવનમાં શિર્ષ જરી છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન શૈલ્યા પ્રાર્થનાએ જણાવ્યું હતું કે હું ધોરણ ૪ માં અભ્યાસ કરું છું આત્મ: દિપો ભવ: એકઝીબીશન ચાર દિવસ સુધી ચાલશે. જેમાં મેં વ્યસન નામના નાટકમાં ભાગ લીધો છે.
મેં આ નાટકમાં એટલા માટે ભાગ લીધો કારણ કે અત્યારે વ્યસન વધતા જાય છે તેથી અમે કહેવા માંગીએ છીએ કે વ્યસન છોડો અને બીજાને પણ વ્યસન છોડાવો અને આપણી દુનિયામાં બદલાવ લાવો.