ભારતીય સંસ્કૃતિને જીવંત પ્રાચીન ગરબાનું આયોજન
નવલા નોરતા નો પાવન પ્રસંગ સમગ્ર દેશમાં છવાઈ ગયો છે અને તેમાં પણ ગુજરાત માં નવલા નોરતા એટલે માં નવદુર્ગા ની આરાધ્યા સાથે રાસ ગરબા ની રમઝટ. ગુજરાત ભર માં ઠેર ઠેર રાસોત્સવ નું આયોજન થઈ રહ્યું છે, ખેલૈયાઓ મન મુકીને ઝૂમવા સંપુર્ણ સજ્જ છે ત્યારે રાજકોટ ની તપસ્વી સ્કુલ દ્વારા નવલા નોરતા ના પ્રસંગે અનોખું આયોજન કરવામાં આવ્યું છે.
નવલા નોરતા ના પ્રસંગે ભારતની સંસ્કૃતિ ને જીવંત રાખવા ફક્ત પ્રાચીન ગરબા પર રાસોત્સવનું આયોજન તપસ્વી સ્કુલ દ્વારા કરવામાં આવ્યું છે. શાળાના તમામ બાળકો માટે આ આયોજન સાધુવાસવાણી રોડ ખાતે કરવામાં આવ્યું છે જેમાં શાળાના તમામ વર્ગના વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભાગ લઈ રહ્યા છે. ત્રી દિવસીય રાસોત્સવ માં દરરોજ જુદી જુદી થીમ પર રાસ ગરબીની વિવિધ કૃતિઓ રજૂ કરી રહ્યા છે. કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓના વાલીઓને વિનામુલ્યે એન્ટ્રી આપવામાં આવી છે જેના કારણે વાલીઓ તેમના બાળકોમાં કૌશલ્યને નિહાળી શકે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ તકે દરરોજ ભારતીય શૈલી ના પ્રાચીન ગરબા પર વિવિધ અને અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઇ વિવિધ રાસ-ગરબાઓ રજૂ કરી રહ્યા છે: જગદીશ મુલચંદાણી
આ તકે જગદીશ મૂલચંદાણી (કેમ્પસ ડિરેક્ટર – તપસ્વી સ્કુલ)એ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ પશ્ચિમી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ પર હાવી બનવાની કોશિશ કરી રહી છે ત્યારે ભારતની યુવા પેઢી ભારતીય શૈલી – સંસ્કૃતિને સમજે અને તેનું સિંચન તેમના જીવનમાં કરે તે ઉદેશય સાથ ત્રણ દિવસીય રસ ગરબા મહોત્સવ ની ઉજવણી કરાઈ રહી છે. જેમાં ફક્ત ને ફક્ત પ્રાચીન ગરબાઓ પર રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કોઈ જ પ્રકારના ફિલ્મી ગીતોને આવરવામાં આવ્યા નથી. આ કાર્યક્રમમાં તપસ્વી સ્કુલના તમામ વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લઈને વિવિધ કૃતિઓ રજૂ કરી છે.
આ તકે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટૂક સમયમાં તપસ્વી સ્કુલની નવી બ્રાન્ચ વાજડીગઢ ખાતે શરૂ થવા જઈ રહી છે જેનો હર્ષ અમે રાસ ગરબાના માધ્યમથી પ્રકટ કરી રહ્યા છીએ.