વિરાણી હાઇસ્કુલ દ્વારા છાત્રોમાં આપણી ભારતીય સંસ્કૃતિના વિવિધ તહેવારોની ઉજવણી સાથે જીવન મુલ્ય શિક્ષણ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાય છે.
આજ રોજ સી.જે.ગૃપના સહયોગથી 425 કિલો અનાજ, 800 બાઉલ તથા કલરફૂલ સાડીની મદદથી 200 ચોરસ ફૂટની વિશાળ રાખડી નિર્માણ કરવામાં આવી હતી.
આ સમગ્ર ભેગા થયેલા અનાજ યુનિક વિકલાંગ ટ્રસ્ટના જરૂરિયાતમંદ દિવ્યાંગોને વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક છાત્રોએ ‘જોય ઓફ શેરીંગ’ અંતર્ગત પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના ભાગરૂપે પર્યાવરણના રક્ષણ કરવાના હેતુંથી દરેક છાત્રોએ વૃક્ષોને કુમકુમ તિલક કરી, વૃક્ષોને રક્ષા બાંધીને તેને ઉછેરવાની જવાબદારી લીધી હતી.
વિશાળ ‘મેગા’ રાખડી નિર્માણના કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના ઉત્તમ પુરૂષ સ્વામી, કેશવ પ્રિય સ્વામી, સી.જે. ગૃપના ચિરાગ ધામેચા અને શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા હાજર રહીને બાળકોને ‘રક્ષાબંધન’નું મહત્વ સાથે જીવનમૂલ્ય શિક્ષણની વાત કરી હતી.
‘રાખડી’ નિર્માણ પ્રોજેક્ટમાં શાળાનાં શિક્ષકો અનિલાબેન, કિરણબેન, નિરૂબેન, અલકનંદાબેન તથા ટેકનિકલના છાત્રોએ જહેમત ઉઠાવી હતી.