પોકીયા અંજલી ૮૭.૦૦ ટકા સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૧૧માં ક્રમે ઉત્તીર્ણ: પ્રોફેસર સાથે છાત્રો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન વેલનોન કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ દ્વારા ચલાવવામાં આવતા બી.સી.એ. ના અભ્યાસક્રમના તાજેતરમાં જાહેર થયેલ પરિણામમાં વિઘાર્થીઓએ જવલંત સફળતા મેળવી છે.
બી.સી.એ. સેમ-૩ ના યુનિવર્સિટીના પરિણામમાં છાત્રોએ મેદાન માર્યુ જેમાં કોલેજની વિઘાર્થીની પોકીયા અંજલી એ ૮૪.૦૦ ટકા સાથે કોલેજમાં પ્રથમ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત બીજી વખત ૧૧માં ક્રમાંક સાથે ઉતિર્ણ થયેલ છે. અને બી.સી.એ. સેભ-૧ ના યુનિવર્સિટીના પરિણામમાં પણ છાત્રોએ મેદાન માર્યુ જેમાં કોલેજના વિઘાર્થી ગોંડલીયા ભકિત ૮૧.૫૦ ટકા સાથે યુનિવર્સિટી ૩ ક્રમાંક, જડીયા પ્રણાલી ૮૧ ટકા સાથે યુનિવસિર્ટિ ૫ ક્રમાંક, જોટાંગીયા ભકિત ૮૦.૬૭ ટકા સાથે યુનિવર્સિટી ૬ ક્રમાંક, મહેતા માધવી ૮૦.૩૩ ટકા સાથે યુનિવર્સિટી ૭ કમાંક, નિમાવત સિમિત ૭૮.૧૭ ટકા સાથે યુનિવર્સિટી ૧૪ ક્રમાંક, સાવલીયા વિરેન ૭૭.૫૦ ટકા યુનિવર્સિટી ૧૭ ક્રમાંક મેળવી સિઘ્ધિ હાંસલ કરી છે તે બદલ સમગ્ર વેલનોન કોલેજ અને એચ.ઓ.ડી. ગૌરવભાઇ નિમાવત એ આ વિઘાર્થીઓના પરિવારને અને બધા વિઘાર્થીઓને અભિનંદન આપ્યા છે અને કહ્યું કે જો તમે કોઇપણ નિર્ણય અને પ્રમાણિક પ્રયત્ન સાથે કામ કરો છો તો તમને સંપૂર્ણ સફળતા મળશે જ અને આ સાથે મુલાકાત દરમિયાન વિઘાર્થીઓએ આ સફળતા પાછળનો તમામ શ્રેય સંસ્થા ને અને તેમના પ્રોફેસરો ને આપેલો. કોલેજના એચ.ઓ.ડી. ગૌરવભાઇ નિમાવતની સાથે વિઘાર્થીઓ અને પ્રોફેસર ભાવેશભાઇએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.