ગુજરાત સ્પોર્ટસ કોચીંગ સેન્ટર તથા સીનીયર કોચ રાજકોટ દ્વારા આયોજીત અન્ડર-૧૯ સ્વામી વિવેકાનંદ હિલશિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન જય ઈન્ટરનેશનલ સ્કુલ, છાપરા ગામ ખાતે કરવામાં આવેલ હતું. તેમાં રાજકોટ શહેરની અગ્રગણ્ય સ્કુલોની ટીમે ભાગ લીધો હતો. તેમાં પી.વી.મોદી સ્કુલના ધો.૯ અને ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટીમે ભાગ લઈ ટુર્નામેન્ટમાં ટીમ રનર્સઅપ થયેલ હતી. તે ટીમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં પરમાર સિદ્ધાર્થસિંહ, માકડીયા મીહીર, સેરસીયા પ્રિન્સ, દલસાણીયા હર્ષ, વરસાણી શ્યામ, અઘારા હેરી, પંડયા વત્સલ, સંચાણીયા જય, કારીયા માનવ, મકવાણા હર્ષવર્ધન, ડાંગર જયદીપ, શિંગાળા યશ, દાણી સિદ્ધાર્થ, કોરાટ ઓમ, મહેતા જય હતા. આ સ્પર્ધામાં ટીમનાં કેપ્ટન પરમાર સિદ્ધાર્થ ૩૩ રન કર્યા હતા અને હાથીવંશે ત્રણ વિકેટ લીધી હતી. આ તમામ વિદ્યાર્થીઓને પ્રેકિટસ તથા માર્ગદર્શન શાળાના વ્યાયામ શિક્ષક અનડકટ સંદિપભાઈએ આપેલ હતું. દરેક વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવતા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી.મોદી, પ્રિન્સીપાલ તથા શાળા પરીવારે શુભેચ્છા પાઠવી હતી.
Trending
- શિયાળામાં પિસ્તા સ્વાસ્થ્ય માટે ખજાનો!!
- શિયાળામાં આ વસ્તુઓ ખાતા જ મળશે ઈન્સ્ટન્ટ એનર્જી !
- મોરબી: PGVCL કચેરી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો
- સુરત: ઉતરાયણ પર્વને લઈ મુખ્ય પતંગ બજારમાં પોલીસ અને સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાશે
- ક્યારેય વિચાર્યું છે કે શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરાય છે?
- સુરત: 3 મહિનાની બાળકીને ઝાડાની સમસ્યા સાથે નવી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી
- ગુજરાતનો વિકાસ પતંગ પર્યાવરણ-પ્રકૃતિ સાથે તાલમેલ સાધી વિશ્વમાં ઊંચી ઊડાન ભરશે: ભૂપેન્દ્ર પટેલ
- મહેસાણા : કડી તાલુકાના ઇન્દ્રાડ સીમમાં આવેલ ગોડાઉનમાં નંદાસણ પોલીસના દરોડા