કડવીબાઈ સ્કુલમાં મહિલા સુરક્ષા અંગે યોજાયો સેમિનાર આયરલેન્ડના સાયબર એકસપર્ટે આપી વિવિધ ટીપ્સ
કડવીબાઈ સ્કુલ ખાતે એઈડ્સ પ્રિવેન્સન કલબનાં સથવારે ધો.૧૦-૧૨ની ૮૦૦થી વધુ છાત્રાઓ માટે વુમન સેફટી સેમીનાર યોજવામાં આવેલ હતો.
પ્રારંભે શાળાના નિયામક હિરાબેન માંજરીયાએ સ્વાગત પ્રવચન તથા સંચાલન વર્ષાબેન ડવે કરેલ હતુ.
કાર્યક્રમનાં મુખ્ય વકતા આયરલેન્ડનાં સાયબર એકસપર્ટ ડેનિયલે મોબાઈલ-સોશ્યલ નેટવર્ક-ઈન્ટરનેટ દુષણ-વળગળને કારણે કેવી ભયંકર મુશ્કેલી આવે છે. તેમજ તેનાથી થતી માનસિક અસરો-સાયબર ક્રાઈમ વિષયક અંગ્રેજીમાં સરળ શબ્દોમાં વિશેષ સમજ આપી હતી.
૧૮૧-અભયમ્ હેલ્પલાઈનનાં કાઉન્સીલર કૃપાલીબેન ત્રિવેદીએ પ્રવર્તમાન સમયમાં જાતીય સતામણી, છેડતીના ઘરેલું હિંસાનાબનાવોમાં ૧૮૧ હેલ્પલાઈન કેમ મદદ કરી શકે તેની વાત સાથે તેની એપ્લીકેશન ઈસ્ટોલની સમજ આપી હતી.ઓજસ્વીની ફાઉન્ડેશન વાળા હેમલ દવેએ તરૂણાવસ્થાને કારણે થતા શારીરીક બદલાવ સાથે તમારો સામાજીક-માનસિકા ફેરફારો હોર્મોન્સથી થતા શારીરીક બદલાવની વાત કરી હતી. પૂછાયેલા પ્રશ્ર્નોના જવાબો નિષ્ણાંતો દ્વારા જવાબો અપાયા હતા.મુખ્ય વકતા અને યુવાનો -કિશોરો તરૂણો સાથે વર્ષોથી કાર્યરત અરૂણ દવેએ ગૂડટચ, બેડટચ, સાથે મહિલાઓએ રાખવાની સેફટી બાબતેની દ્રષ્ટાંતો સાથેની સમજ આપી હતી. તેઓ સમગ્ર દિવસની વાત મા-બાપ સાથે શેર કરવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં ક્રાઈમ કરપ્શન કંટ્રોલના સેજલ મહેતા, ચિરાગ મહેતા, શ્રી શકિત એજયુ. ટ્રસ્ટના ભગવતી બા વાઘેલા, ૧૮૧ના રૂચિતા મકવાણા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
શાળાના ધો.૧૦-૧૨ના તમામ સ્ટાફ ગણ એન.એસ.એસ.ના સ્ટુડન્ટે સુંદર વ્યવસ્થા જાળવી હતી. છેલ્લા સપ્તાહમાં આવા બે આયોજનથી કડવીબાઈ સ્કુલના ધો.૮ થી ૧૨ના કુલ ૨૦૦૦થી વધુ છાત્રોએ વુમન સેફટી સેમીનારમાં જોડાયા હતા.
કાર્યક્રમના અંતે પૂછાયેલા પ્રશ્ર્નોના જવાબોમાં અરૂણ દવેએ જણાવેલ કે આજનાં યુગમાં સેઈફ રીતે સમગ્ર દિવસ પૂરો કરવો અઘરો છે.
પણ થોડી સાવચેતી. ‘ના પાડવાની કલા, સાથે લાઈફ સ્કીલના કૌશિલ્યો વિકસાવી મહિલાઓએ સ્વબચાવની તાલીમ જ્ઞાન મેળવવું પડશે. ‘મોટેથી’ રાડપાડવી પણ આજના યુગમાં એક શ્રેષ્ઠ કલા ગણી શકાય છે.
વુમન સેફટી સેમીનારનાં તમામ છાત્રોએ આજે ઘણી સારી માહિતી મળવાની અમારા રક્ષણ પરત્વે ધણા જ જાગૃત થયાનો સ્વીકાર કરીને સેમીનારને સફળ બનાવ્યો હતો.