સંસ્થાના સંચાલક – વિદ્યાર્થીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
સર ઇગ્લીશ કલાસીસના વિઘાર્થીઓ સંચાલકો જગદફીશ પદનાણી અને જયોતિ તેમજ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આવતીકાલે કાલાવડ તાલુકાના રણુજાની બાજુમાં વોડિસાંગ ખાતે ગોપી ગૌ ગુરુકુળમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. જેમાં ગૌ માતા વિશે તેમના દુધથી થતા ફાયદો થતા હોળીમાં છાણાનો ઉપયોગ કરા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
ગૌ માતાનું માત્ર ધાર્મિક રીતે નહિ પરંતુ વૈજ્ઞાનિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ઔષધિય મહત્વ પણ આપણા સૌએ સમજવું જોઇએ. ગાય માતા ભારતીય સાંસ્કૃતિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજજુ છે. આ તકે ‘અબતક’ મીડીયા હાઉસની સર ઇન્સ્ટીટયુના સંચાલ વિઘાર્થીઓ જગદીશ પદનાણી, શ્રેય બચ્છા, હર્ષ રાણપરા, હિત સખિયા, ક્રિષ બકોરી, રાજ વિઠ્ઠલાણી, જયમીન ટાંક, પ્રિન્સ પટેલ, સુરજ તિવારી એ મુલાકાત લીધી હતી.