સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો ૨૫ જૂનથી પ્રારંભ
આગામી દિવસોમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાશે: બીબીએ, બીજેએમસી અને બીઆરસીના બાકી રહેલા બે પેપેરો પણ લેવાશે
પરીક્ષાનો સમય અઢી કલાકનો જ રહેશે: વાયવા અને ૫્રેક્ટિકલ પરીક્ષા જે તે કોલેજોએ પોતાની રીતે જ લેવાની રહેશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારે પરીક્ષાના આયોજન અંગે બેઠક મળી હતી. જેમાં યુજીના બીજા અને ચોથા સેમના વિદ્યાર્થીઓને મેરીટબેઝ પ્રોગ્રેશન આપી પાસ કરી દેવામાં આવશે. તેમજ પીજીની તમામ પરીક્ષાઓ ૨૫મી જૂનથી શરૂ કરવામાં આવશે. જેમાં કુલ ૧૭ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને આગામી થોડાં દિવસોમ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત બીબીએ, બીજેએમસી અને બીઆરસીના બાકી રહેલા બે પેપેરો પણ લેવાશે. આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા સંદર્ભે બેઠક મળી હતી. જેમાં વિવિડ નિર્ણય લેવામાં આવ્યા હતા અને ખાસ તો યુજીના તમામ છેલ્લા સેમની પરીક્ષા લેવાશે બાકીના આગલા સેમના વિદ્યાર્થીઓને મેરીટબેઝ પ્રોગ્રેશન આપી પાસ કરી દેવામાં આવશે. એટલે કે ચાલુ વર્ષના ઇન્ટરનલ ગુણના ૫૦ ટકા અને ગત સેમના ૫૦ ટકા જોડી માર્ક આપી આવતા સેમમાં પ્રવેશ આપી દેવામાં આવશે. ઉપરાંત પીજીની તમામ પરીક્ષાઓ લેવામાં આવશે અને આગામી દિવસોમાં તેનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પરીક્ષાનો સમય અઢી કલાકનો જ રહેશે અને પુરા સોશિયલ ડિસ્ટન્સ સાથે પરીક્ષા લેવાશે. આ ઉપરાંત બાકી રહેલા વિદ્યાર્થીઓની પ્રેક્ટિલ અને વાયવા લોકલ લેવલે કોલેજોએ પોતાની રીતે જ લેવાની રહેશે.