- વિધાર્થીઓને યુનિવર્સીટી સુધી લાબું નહિ થવું પડે…
- યુનિવર્સીટીના પરીક્ષા વિભાગે વિધાર્થીઓ માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની એપલીકેશન-વેબસાઈટ મારફતે વિધાર્થીઓ પોતાના તમામ સર્ટિફિકેટ ઘરે બેઠા જ મેળવી શકશે
- વિધાર્થીઓ પોતાના લોગ ઈન આઈડી મારફતે ત્રણ સર્ટિફિકેટ કોઈપણ ખૂણેથી મેળવી શકશે:રાજ્યની પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કે જેને નેશનનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત વિધાર્થીઓ માટે ઓનલાઇન સુવિધા શરૂ કરી
રાષ્ટ્રીય શિક્ષણનીશિ 2020નો એક મહત્વનુ પાસુ શિક્ષણમા ડિજીટલીકરણનો છે. આધશુનક દુનિયાના પ્રવાહ સાથે કદમ મેળવવામા ખબૂ જ અગત્યની ભશૂમકા ભજવી શકે તેમ છે. જેને લઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલમાં પણ થઇ ચુક્યો છે આ સુવિધાથી વિદ્યાર્થીઓના સમયમાં અને નાણામાં પણ મોટા પાયે બચાવ થશે. અત્યાર સુધી કોઈપણ સર્ટીફેકેટ અને માર્કશીટ લેવા માટે વિધાર્થીઓએ યુનિવર્સીટી સુધી લાબું થવું પડતું હતું જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પરીક્ષા વિભાગે વિધાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વિધાર્થીઓને એક જ ક્લિક પર માર્કશીટ-ગ્રેડશીટ અને પ્રોવિઝનલ સર્ટિફિકેટ મળી જશે. વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર જઈને પોતાનું લોગઈન કરી ગ્રેડશીટ-માર્કશીટ અને પ્રોવિઝનલ સહિતના તમામ સર્ટિફિકેટો એક ક્લિક કરી મેળવી શકશે. આ ઉપરાંત પોતાના લોગઈન પરથી પણ વિદ્યાર્થીને કોઇપણ સમયે જરૂર પડે તો પોતાના તમામ સર્ટિફિકેટો ડાઉનલોડ કરી શકશે.
આ માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં રૂબરૂ આવવું નહીં પડે. ખાસ તો આ સિસ્ટમથી વિધાર્થીઓના ગ્રેડ, ટકાવારી બધું એક જ જગ્યાએ અપલોડ થઇ જશે અને જે તે વિષયનું પરિણામનું નોટિફિકેશન પણ આવી જશે. અત્યાર સુધી માત્ર એમ એસ યુનિવર્સીટી કે જે વિધાર્થીઓને આ પ્રકારની સુવિધા આપતી હતી પરંતુ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તેનાથી એક સ્ટેપ આગળ માર્કશીટ સાથે ગ્રેડશીટ પણ આપશે. એનઇપી 2020, શાળા અને ઉચ્ચ શિક્ષણ બંને સ્તરે ભારતની ડિજિટલ અને ઓનલાઇન શિક્ષણ પ્રણાલીની સંભાળ રાખવા સમર્પિત એકમની હાકલ કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી એવી સુવિધાઓ સુંદર રીતે શરૂ કરવા બદલ કુલપતિ પ્રો.નીલાંબરી દવેએ પરીક્ષા નિયામક નિલેશ સોનીને અભિનંદન પાઠવ્યા હતા.
યુનિવર્સીટીની મોબાઈલ એપ દ્વારા વિધાર્થીઓના ધક્કા બંધ થશે: પરીક્ષા નિયામક નિલેશ સોની
નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા વિધાર્થીલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિધાર્થીઓ હવે મોબાઈલ એપ દ્વારા તેમના લોગીનમાં જ સેકન્ડ ભરમાં ગ્રેડશીટ-માર્કશીટ અને પ્રોવિઝનલ મેળવી શકશે. જે તે સત્રના કોઈપણ સર્ટિફિકેટ કોઈપણ ખૂણેથી એક જ ક્લિકમાં મળી જશે. આ ઉપરાંત પરિણામ જાહેરથવાનું નોટિફિકેશન પણ વિધાર્થીઓંને તરીકે મુજબ મળી જશે. અત્યાર સુધી વિધાર્થીઓને યુનિવર્સીટી સુધી લાબું થવું પડતું હતું જો કે હવે આ સીસ્ટ્મનો અમલ થઇ જતા હવે વિધાર્થીઓના ધક્કા પણ બંધ થઇ જશે તેમ સૌરાષ્ટ્ર યુનુવર્સીટીનાં પરીક્ષા નિયામક ડો.નિલેશ સોનીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.