ગુજરાતી સાહિત્યના પ્રખર વાર્તાકાર ગુલાબદાસ બ્રોકરની સ્મૃતિમાં પ્રખ્યાત વિવેચક અને ધારદાર વકતા ડો. રાજેન્દ્ર મહેતાનું વ્યાખ્યાન યોજાયું
ગુજરાતી સાહિત્યના પ્રખર વાર્તાકાર ગુલાબદાસ બ્રોકરની સ્મૃતિમાં ભિન્ન-ભિન્ન સાહિત્યક પ્રવૃતિઓ તથા વિઘાર્થીઓની સાહિત્યક ક્ષિતીજ વિસ્તરે તે હેતુથી બ્રોકર ચેર દ્વારા વિશેષ આયોજનો થતા રહે છે. બ્રોકર ચેરના ઉપક્રમે જાણીતા વિવેચક ધારદાર વકતા ડો. રાજેન્દ્ર મહેતાના વ્યાખ્યાનનું આજરોજ સૌરાષ્ટ્ર યુનિ. ના અંગ્રેજી ભવન વ્યાસ સેમીનાર સભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઘ્યક્ષ સ્થાને યુનિવસીટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણતેમજ મુખ્ય મહેમાત તરીકે ડો. અજયસિંહ ચૌહાણ, પૂર્વ કુલનાયક ડો. કલ્પક ત્રિવેદી હાજર રહ્યા હતા. અને બહોળી સંખ્યામાં વિઘાર્થીઓ પણ હાજર રહી ધારદાર વકતા ડો. રાજેન્દ્ર મહેતાએ બ્રોકરની વાર્તાઓ નગર, નારી અને નવ્ય સંવેદન વિષયક આપેલું વ્યાખ્યાનનું માર્ગદર્શન મેળવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિ. માં ગુજરાતી ભવન ખાતે ઘણી
ચેર કામ કરી રહી છે. જેમાં બ્રોકર ચેર જેમાં વિદ્વાન અઘ્યાપકોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતી ભવનના અંગે્રજી ભાષા, હિન્દી ભાષા ત્રણેય ભવનના વિઘાર્થી અને અઘ્યાપકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. બ્રોકર ચેર દાત મારફત આપવામાં આવેલ છે. આજરોજ વ્યાખ્યાયન રાખવામાં આવ્યું હતું. વિઘાર્થીને ફાયદો થાયફ એ રિસર્ચ કરે એ માટે અઘ્યાપકોને બોલાવવામાં આવ્યા હતા આજ ૩૦૦ વિઘાર્થીઓને વિચાર આપલે કરવામાં આવશે. હિન્દી, અંગ્રેજી, સાંસ્કૃત આ ત્રણેય ભાષાના વિઘાર્થી રિચસ કરી વર્ક કરે એ માટે અઘ્યાપકોને બોલાવવામાં આવ્યા છે. જેમના આધારે બ્રોકરચેર જુદા જુદા કાર્યકમ કરે છે.
ડો. રાજેન્દ્ર મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિ. ના ગુજરાતી વિભાગમાં ગુલાબદાસ બ્રોકર સ્વાઘ્યાય સંશોધન પીઠ છે. ગુલાબદાસ બ્રોકર ચેર એ બ્રોકર પરીવારના સહયોગ અને યુનિ. ના આયોજનથી બની છે. જેમાં આજ ગુલાબદાસ બ્રોકર ની વાર્તાઓમાં નારી ચેતના, નવવેદસંવેદન અને નગરજીવન આ ત્રણ પાસા વિશે વ્યાખ્યાન આપ્યું છે. બ્રોકર ચેરના સ્વાઘ્યાય પીઠના વકતા તરીકે.