રમત ગમત અધિકારીની કચેરી રાજકોટ દ્વારા કલા મહાકુંભ અંતર્ગત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત લોકનૃત્યનં પણ આયોજન કરવામાં આવેલ હતુ. તેમાં પીવી મોદી સ્કુલના ધો.૬ થી ૮ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એ હાલો તરણેતરને મેળે શબ્દો ઉપર સુંદર મજાનું લોકનૃત્ય રજૂ કર્યુ હતુ.
આ ટીમમાં કથીરીયા કાર્તિક, પાંભર કરન, મેવાડા કેવિલ, દુધાત્રા, મીત, લુણાગરીયા, ઋષી, સેખલીયા રોજર, લુણાગરીયા, હેત, રાણપરા, માનવ બગથરીયા રીશી, વરસાણી ઉત્સવ, પિલોભારા પ્રણવ, વસરા નિવ, મકવાણા કિર્તન, ખૂંટ મિતની ટીમએ લોક નૃત્યમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરેલ હતુ.
આ ટીમને તૈયારી ચાવડા નેહાબેને કરેલ હતી તેઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા તથા તેમના પરિવારનું ગૌરવ વધારેલ છે. તેઓની આ સફળતાને બિરદાવતા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. આર.પી. મોદીસર, પ્રિન્સીપાલ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવેલ હતા.