- સંસ્થાના તમામ વિદ્યાર્થી ‘પાસ’ થઇ ગયા: ગણિતમાં 100 ગુણ મેળવીને સંસ્થાએ શિક્ષણ જગતમાં ડંકો વગાડ્યો
- એ-વનમાં 12, એ-ટુમાં પાંચ સાથે સોશ્યલ સાયન્સમાં એક છાત્રાએ 100 ગુણ મેળવ્યા: જાદવ હેત, સોરઠીયા દર્શન અને નિરંક દાવડા બોર્ડમાં ચમક્યા
આજે ધો.10નું પરિણામ જાહેર થતાં પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ત્રણ વિદ્યાર્થીઓ બોર્ડમાં ચમક્યા હતા. જાદવ હેત (99.97), સોરઠીયા દર્શન (99.97) તથા દાવડા નિરંક (99.95) પીઆર સાથે બોર્ડમાં ટોપ-10 રેન્કમાં સફળ થયા હતા.
પુજીત રૂપાણીનાં છાત્રો કુલ 21 બાળકોએ બોર્ડની પરીક્ષા આપેલ જે પૈકી બધા જ છાત્રો પાસ થતાં સંસ્થાનું 100 ટકા પરિણામ આવ્યું હતું. ગણિતમાં 100માંથી 100 ગુણ ચાર છાત્રોએ મેળવ્યા તો સમાજ વિદ્યામાં 100માંથી 100 ગુણ એક છાત્રાએ મેળવ્યા હતા.
એ-ગે્રડમાં 12 વિદ્યાર્થી, એ-ટુ ગ્રેડ પાંચ વિદ્યાર્થી મેળવ્યા હતા. જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ તળે ચલાવે છે. જેમાં છાત્રોનો તમામ સંસ્થા ઉપાડીને પરિવારને મહત્વની મદદ કરી રહ્યા છે.
દર વર્ષે ધો.9ના તેજસ્વી છાત્રોની ટેસ્ટ લઇને છાત્રો સિલેક્ટ કરીને તેનો ધો.12 સુધી તમામ ખર્ચ ઉપાડે છે. છાત્રોની મેડીકલ સારવારનો ખર્ચ પણ ટ્રસ્ટ ઉપાડે છે. અત્યાર સુધીમાં ટ્રસ્ટનાં સફળ વિદ્યાર્થીઓ, પ્રોફેસર, એન્જીનિયરીંગ, ડોક્ટર જેવા વિવિધ વ્યવસાયમાં કાર્યરત છે. આ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળના ચેરમેન વિજયભાઇ રૂપાણી છે. જેથી ખાસ તેના માર્ગદર્શન તળે ગરીબ, જરૂરીયાતમંદ તેજસ્વી છાત્રોને શિક્ષણ ક્ષેત્રે છેલ્લા બે દાયકાથી સહાય કરી રહ્યા છે.
‘અબતક’ મિડીયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તમામ છાત્રોએ મુલાકાત સફળતાના આનંદ-ઉત્સવની વાત સાથે ભવિષ્યની યોજના જણાવી હતી. સમગ્ર પ્રોજેક્ટની સફળતામાં ટ્રસ્ટી પ્રવિણભાઇ રૂપાણી, ડો.મેહુલ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, રંજનબેન રૂપાણીના માર્ગદર્શન તળે શિક્ષણ પ્રોજેક્ટ કમિટી કાર્ય કરી રહી છે.
ટ્રસ્ટના જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટની કમીટીમાં સર્વશ્રી જયેશભાઇ ભટ્ટ, હસુભાઇ ગણાત્રા, સી.કે.બારોટ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, ભારતીબેન બારોટ, હિંમતભાઇ માલવીયા, ભાવેનભાઇ ભટ્ટ (વહિવટી અધિકારી) કાર્ય કરી રહ્યા છે.
આજ રોજ 100 ટકા ટ્રસ્ટનું પરિણામ આવતા તમામ છાત્રોને સફળ થવા બદલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા અંજલીબેન રૂપાણીએ અભિનંદન પાઠવ્યા છે.