સતત ૧૮માં વર્ષે ૧૦૦ ટકા પરિણામનો સિલસિલો
ઝળહળતી સફળતા મેળવી ટ્રસ્ટનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવતા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી શ્રીમતિ અંજલીબેન રૂપાણી
તેજસ્વી વિઘાર્થીઓને ધો. ૮ થી ૧ર સુધીની તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધઓ વિનામૂલ્યે પુરી પાડતી સંસ્થા પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટના ધો.૧૦ ના લાભાર્થી છાત્રોએ તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ઉત્કૃષ્ટ ટકાવારી સાથે ઝળહળતી સફળતા મેળવી સતત ૧૮માં વર્ષે ૧૦૦ ટકા પરિણામનો સિલસિલો જાળવી રાખ્યો છે. તમામ છાત્રોને મુખ્યમંત્રી તથા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ અભિનંદન પાઠવી ઉચ્ચ કારકિર્દી માટેનુ શુભેચ્છા પાઠવી છે.
ધોરણ ૧૦ ના વિઘાર્થીઓ પરમાર દેવેન, કટારીયા નંદીની, ડોડીયા મનન, સોલંકી આશિષ, માકડીયા કુસુમ, વડગામા સિઘ્ધાર્થ, જેઠવા હિતેષ, વાઢેર ભાર્ગવ, પરમાર પ્રવિણ, અકબરી ભાર્ગવ, ઘીયાડ ચાર્મી, રાદડીયા યશ, ખીમસુરીયા પૂર્વશા, સવસેટા નેહા, માટીયા નેહા તથા થાળકીયા રોહિતએ ૯૯.૯૭ ટકા પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યો છે. જે પૈકી પ્રથમ ૯ છાત્રોએ એ-૧ ગ્રેડ, ૬ છાત્રોએ એ-ર ગ્રેડ અને ૧ છાત્રોએ બી.૧ ગ્રેડ મેળવી ટ્રસ્ટનું નામ રોશન કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા દતક લેવાતા બાળકોને ધો.૮ માં શહેરની શ્રેષ્ઠ સ્કુલોમાં એડમીશન અપાવી તેમનો ધો.૧ર સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ જેવા કે સ્કુલ ફી, પુસ્તકો, માર્ગદર્શિકાઓ, યુનિફોર્મ, બુટ, મોજા દફતર સહીતનો તમામ ખર્ચ ટ્રસ્ટ ભોગવે છે. ઉપરાંત ટ્રસ્ટમાં ગ્રુપ ટયુશનની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે. સ્કુલે જવા આવવા માટે સાયકલ પણ આપવામાં આવે છે તેમજ જરુર પડયે વિનામૂલ્યે આરોગ્ય સારવારનો ખર્ચ પણ ટ્રસ્ટ ભોગવે છે. છેલ્લા ૧૮ વર્ષથી ટ્રસ્ટ દ્વારા ચલાવાતા જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટના શરુઆતની બેચના લાભાર્થી છાત્રો હાલમાં ડોકટર, એન્જીનીયર, અઘ્યાપક, ફાર્માસિસ્ટ સહીતની ડીગ્રીઓ મેળવી પગભર થઇ ચુકયા છે. તથા પોતાના પરિવારના તારણહાર બની ગયા છે.
વિઘાર્થીઓના ઘડતરની વ્યકિતગત કાળજી લેવા માટે ટ્રસ્ટી શ્રીમતિ અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ અન્ય ટ્રસ્ટીઓ શ્રી મહેશભાઇ ભટ્ટ, ડો. મેહુલભાઇ રુપાણી, અમિનેષ રુપાણી, રાજેશભાઇ રુપાણી, પ્રોજેકટ ઇન્ચાર્જ શ્રી અરવિંદભાઇ બગડાઇ તથા કમીટી મેમ્બર્સ શ્રી જયેશભાઇ ભટ્ટ, હિંમતભાઇ માલવીયા, સી.કે.બારોટ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, ભારતીબેન બારોટ, તથા હસુભાઇ ગણાત્રા જહેમત ઉઠાવે છે.
વિશેષ માહીતી માટે વહીવટી અધિકારી ભાવેશભાઇ ભટ્ટનો રુબરુ અથવા ફોન નં. ૨૭૦૪૫૪૫ દ્વારા સં૫ર્ક સાધવા જણાવાયું છે.