એચ.આઇ.વી-એઇડ્સની જનજાગૃત્તિના કાર્યક્રમમાં ધો.9 થી 12ના છાત્રો જોડાયા: એઇડ્સ પ્રિવેન્સન ક્લબનું નવતર આયોજન
વિશ્ર્વ એઇડ્સ દિવસ ઉજવણીના ભાગરૂપે શહેરમાં ત્રિમાસિક વિવિધ કાર્યક્રમ આયોજનના ભાગરૂપે છેલ્લા 36 વર્ષથી કાર્યરત એઇડ્સ પ્રિવેન્સન ક્લબના ઉપક્રમે પંચશીલ સ્કુલ ખાતે 500 મીણબત્તીના સહયોગથી તેજોમય ‘કેન્ડલ લાઇટ રેડ રિબીન’ નિર્માણ કરાય હતી. આ કાર્યક્રમમાં ધો.9 થી 12ના છાત્રો જોડાઇને એઇડ્સ જનજાગૃત્તિ લાવી હતી. પ્રકાશથી તેજોમય પ્રકાશ તરફની જાગૃત્તિ લાવવાના આવા કાર્યોક્રમો શાળા છેલ્લા દશકાથી યોજી રહી છે.
આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન અરૂણ દવે, સેક્રેટરી વિશાલ કમાણી, પંચશીલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ડો.ડી.કે. વાડોદરીયા, સાક્ષી વાડોદરીયા, આર.ડી. એન.પી.સંસ્થાના સાગર બાલાસરા અને છાયાબેન ઓળકિયા ઉ5સ્થિત રહીને છાત્રોને સુંદર કાર્યક્રમમાં જોડાવવા બદલ અભિનંદન આપ્યા હતાં.
સંસ્થાના ચેરમેન અરૂણ દવેએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવેલ છે કે અમારી સંસ્થા રાઉન્ડ ધ ક્લોક વર્ષભેર જનજાગૃત્તિ કાર્યક્રમો કરી રહી છે. શાળા-કોલેજના સંચાલકોએ આવા કાર્યક્રમ યોજવા સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.
એઇડ્સ પ્રિવેન્સન ક્લબ દ્વારા સતત ત્રણ માસ 31મી માર્ચ 2023 સુધી વિવિધ કાર્યક્રમોમાં પ્રદર્શન, સ્પર્ધા, સેમીનાર, પેમ્ફલેટ વિતરણ જેવા કાર્યક્રમો યોજાશે.
એઇડ્સ કંટ્રોલ માટે યુવાવર્ગ આગેવાની લે તે અતી આવશ્યક: સાક્ષી વાડોદરીયા
સંસ્થાના સંચાલક સાક્ષી વાડોદરીયાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે એઇડ્સ કંટ્રોલની કામગીરીમાં યુવા વર્ગ આગેવાની લે તે જરૂરી છે. આજે વૈશ્ર્વિકસ્તરે એઇડ્સમાં 40 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે હજી પણ તેના ચેપના કેસ નિયમિત રીતે વધી રહ્યા છે, જે ગંભીર બાબત છે.
એઇડ્સ ક્ધટ્રોલના રાષ્ટ્રીય અભિયાનમાં દરેક શાળા-કોલેજે ટેકો આપવો જરૂરી: ડો.ડી.કે. વાડોદરીયા
પંચશીલ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ડો.ડી.કે.વાડોદરીયાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવેલ છે કે 40 વર્ષ પછી પણ એઇડ્સની કોઇ ચોક્કસ રસી કે દવા શોધી નથી શક્યા ત્યારે જનજાગૃત્તિ એજ તેનો બચાવ હોવાથી દરેક શાળા-કોલેજે શાળામાં ‘રેડ રિબીન ક્લબ’ બનાવીને રાષ્ટ્રીય કામગીરીમાં ફાળો આપવો જોઇએ.