- ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાએ પ્રેસ મીડિયાના બેઝિક નોલેજથી વિધાર્થીઓને અવગત કર્યા
શ્રેષ્ઠ શાળામાં બાળકોનો સર્વાંગી વિકાસ, શિક્ષણ, સહઅભ્યાસિક પ્રવૃતિ, સેનીટેશન, ભૌતિક સુવિધા, શુઘ્ધ પીવાના પાણી સાથે આરોગ્યપ્રદ બાબતો સાથે ફાયર સેફટી, શાળા મેદાન સુવિધા હોય ત્યાં જ બાળકોને બેસાડવા જરુરી છે.આ બધાની સાથે વિધાર્થીઓ પ્રેક્ટિલ જ્ઞાન મેળવે તે પણ ખુબ જરૂરી છે. ત્યારે બે દિવસ પહેલા જ રાષ્ટ્રીય પ્રેસ દિવસ હતો જે અંતર્ગત આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર – 1 ના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નિધિ સ્કૂલના ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થી ભાઈ બહેનોએ રાજકોટ શહેરના અગ્રગણ્ય સાંધ્ય દૈનિક “અબતક” મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી, આ મુલાકાત દરમિયાન વિધાર્થીઓએ ’અબતક’ મીડિયા અને અખબાર કેવી રીતે પ્રસિદ્ધ થાય તેના વિશે માહિતી મેળવેલ હતી અને દરરોજ પોઝિટિવ ન્યુઝ ઇન્ફોર્મેટીવ ન્યુઝ પ્રસિદ્ધ કરતા અબતક મીડિયાના પ્રિન્ટથી લઇ ડિજિટલ વિશે સંપૂર્ણ જાણકારી મેળવેલ હતી. વિદ્યાર્થીઓ દ્વારા ન્યૂઝ રૂમ, મશીન રૂમની મુલાકાત લીધેલ હતી અને તેમાં થતી કામગીરી નિહાળેલ હતી, આ તકે “અબતક”ના મેનેજિંગ ડાયરેક્ટર સતિષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થી ભાઈ બહેનોને મીડિયા વિશેનું બેઝિક નોલેજ અને માહિતી પૂરી પાડેલ હતી તેમજ વિદ્યાર્થીઓ પાસેથી સમાચાર જગતને લગતી માહિતી મેળવેલ હતી અને વિધાર્થીઓ પણ ઉત્સાહિત થઇ પ્રેસ મીડિયાને લગતા સવાલો કરી સામાન્ય જ્ઞાનથી અવગત થયા હતા.આ પ્રેસ મુલાકાતમાં નિધિ સ્કૂલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ તથા સ્ટાફ મિત્રો હર્ષદ રાઠોડ, નકુમ જાનકી, અંકિતા પીઠડિયા, રિદ્ધિ ડીડોળ તેમજ વિદ્યાર્થીગણ જોડાયેલ હતા.