યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર રમત ગમત અધિકારીની કચેરી રાજકોટ દ્વારા કલા મહાકુંભ અંતર્ગત ઘણી બધી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત લોકનૃત્ય ની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં વી.જે. સ્કુલની ધો.૬ થી ૮ અંગ્રેજી માઘ્યમની વિઘાર્થીનીઓએ હરિયાણી લોકનૃત્ય સાવન કા મહિના મને ધડકાવે લોકનૃત્યના રજુ કર્યુ હતું. લોકનૃત્યમાં સુંદર પરફોર્મન્સ બાદ તેઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.
લોકનૃત્યમાં ભાગ લેનાર દરેક વિઘાર્થીનીઓ વસાવડા વંશીકા, પરમાર ધ્રુવિ, ગોહિલ રીશીતા, ઇગંલે સાક્ષી, પારેખ મહેક: ભલસોડ રાણી, પારેખ જીયા, મેર મૈત્રી, સેતા ફ્રેયા, વ્યાસ ખુશી, ગોસ્વામી દ્રષ્ટી, જાની પ્રાચી, શેઠ ક્રિયા, માકડીયા નમ્રતા, ઠાકર મેધા, સવસાણી હેત્વીએ ભાગ લીધો હતો. દરેક વિઘાર્થીઓના આટલા સુંદર પ્રયાસ બદ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી અને પ્રિન્સીપાલ તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવેલ હતા.