રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને રમત-ગમત અધિકારીની કચેરી રાજકોટ દ્વારા બાળ પ્રતિભાશોધ સ્પર્ધામાં અવનવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં લગ્નગીત સ્પર્ધાનું આયોજન હેમુગઢવી હોલમાં ૧૬ ટીમ વચ્ચે થયેલ હતું. તેમાં ૭ થી ૧૦ વય જુથની વચ્ચે જે.પી.મોદી સ્કુલની ધો.૧ થી ૪ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ મુહૂર્ત પ્રમાણેના લગ્નગીતો રજુ કરીને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ હતું. આ લગ્નગીતની સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં પીપળીયા ધ્રુવી, આડેસરા દેવાંશી, દવે માહી, ખૂંટ યશ્વી હતા. તેઓને આ સ્પર્ધાની તૈયારી શાળાના સંગીત શિક્ષક ગોસ્વામી હિતેશભાઈ, ઉપાધ્યાય વિવેકભાઈએ કરાવી હતી. આ દરેક વિદ્યાર્થીનીઓની સફળતાને બિરદાવતા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી.મોદી, પ્રિન્સીપાલ તથા શાળા પરીવારે અભિનંદન આપ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા