ગુજરાત યુવક સેવા તથા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તથા રમત-ગમત અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા આયોજીત ખેલ મહાકુંભમાં અવનવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અન્ડર-૧૪ના ભાઈઓ અને બહેનોની ઝોન કક્ષાઓની સ્પર્ધાઓનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પી.વી.મોદી સ્કુલના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધેલ હતો.
તેમાં ધો.૮માં અભ્યાસ કરતા સાવલીયા યશ ગોળાફેંકમાં પ્રથમ નંબર અને રૂપારેલીયા નીરે દ્વિતીય નંબર તેમજ લાંબી કૂદમાં ધો.૯માં અભ્યાસ કરતા ભંડેરી એલીસે પ્રથમ નંબર અને ૪૦૦ મીટરની દોડમાં પણ તેઓએ દ્વિતીય નંબર તેમજ ધો.૮માં અભ્યાસ કરતી કયાડા ક્રિષાએ ૧૦૦ મીટરની દોડમાં તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. આ દરેક વિદ્યાર્થીઓની જિલ્લા કક્ષાએ રમવા જવાની પસંદગી થઈ હતી. આ વિદ્યાર્થીઓને સ્પર્ધાની તૈયારી શાળાના વ્યાયામ શિક્ષક દિવ્યાંગભાઈ દવેએ કરાવી હતી.
આ દરેક વિદ્યાર્થીઓએ જુદી-જુદી સ્પર્ધાઓમાં સફળતા પ્રાપ્ત કરીને શાળા તથા પરિવારનું નામ રોશન કરેલ છે. તેઓની સિદ્ધિને બિરદાવતા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. આર. પી. મોદી પ્રિન્સીપાલ તથા શાળા પરીવારે અભિનંદન પાઠવ્યા હતા.