ધો.૧૨ સાયન્સનું ૯૯.૩ ટકા તેમજ કોમર્સનું ૯૦.૩ ટકા ઝળહળતું પરિણામ
સીબીએસઈ ધો.૧૨ના જાહેર થયેલા પરિણામમાં સેલવાસની લાયન્સ ઈગ્લીશ સ્કુલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠતમ પરિણામ મેળવ્યું છે પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. સ્થાનિક છાત્રોમાં પરિણામને લઈને ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ નેટ ઉપર પોતાનુંપરિણામ જોયું હતુ.
આ વર્ષે લાયન્સ ઈગ્લીશ સ્કુલના ધો.૧૨ સાયન્સનું ૯૯.૩ ટકા તેમજ કોમર્સનું ૯૦.૩ ટકા પરિક્ષા પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. ધો.૧૨ સાયન્સમાં ઐશ્ર્ચર્યા સિંહ ૯૬.૬ ટકા પ્રાપ્ત કરી પ્રથમ સ્થાન મેળવ્યું છે. હર્ષ વિનોદે ૯૬.૪ ટકા પ્રાપ્ત કરી બીજુ અને વિધિ જીજ્ઞેશ મોદીએ ૯૫.૮ ટકા મેળવી તૃતીય સ્થાને ઉતીર્ણ થયા છે. તેમજ ધો.૧૨ કોમર્સમાં વિવેક કુમાર રાવ અને કુમાર સાહિલે ૯૩ ટકા મેળવી પ્રથમ, ઉર્જા શાહ ૯૨ ટકા સાથે બીજા અને રીયાન નસીર ૯૧.૨ ટકા સાથે ત્રીજા સ્થાને ઉતીર્ણ થયા છે.
શાળામાં ધો.૧૨ના આ વર્ષે કુલ ૩૦૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓને ઉચ્ચતમ પરિણામ બદલ શાળા ટ્રસ્ટના ચેરમેન ફતેહસિંહ ચૌહાણે અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત શાળાના આચાર્ય ધનશેખરન, નિરાલી પારેખ તથા સમસ્ત સ્ટાફે બાળકોને સારા પરિણામ બદલ અભિનંદન પાઠવ્યા હતા.