ચાર છાત્રાઓને ૯૯ થી વધારે પી.આર: બોર્ડમાં થોરીયા ક્રિષ્ના સેક્ધડ અને માધવી પાઠશળા પાંચમા ક્રમે ઉત્તિર્ણ: સ્પેસ સાયન્ટીસ, સોફટવેર એન્જિનિયર અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં આગળ વધવાની વિદ્યાર્થીનીઓની મહેચ્છા: ૩૫ વિદ્યાર્થીઓને ૯૦ થી વધુ પીઆર

આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સાયન્સનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજયમાં રાજકોટ જિલ્લો પ્રથમ નંબરે રહ્યો છે. રાજકોટની ક્રિષ્ના સ્કુલે પણ ધોરણ ૧૨ સાયન્સમાં ખૂબ સારું પરીણામ મેળવ્યું છે. બોર્ડમાં ક્રિષ્ના સ્કુલની થોરીયા ક્રિષ્નાએ સેક્ધડ અને માધવી પાડશળાએ પાંચમો ક્રમાંક મેળવ્યો છે. આ વર્ષે ક્રિષ્ના સ્કુલના ધોરણ ૧૨ સાયન્સનાં પરિણામમાં વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે અને ૯૯થી વધારે પી.આર સાથે પ્રથમ ચારમાં વિદ્યાર્થીનીઓએ સ્થાન મેળવ્યું છે. આજના યુગમાં છોકરાઓની સાથે ખભેખભો મીલાવીને છોકરીઓ ચાલી રહી છે એ સાબિત કરી બતાવ્યું ક્રિષ્ના સ્કુલની છોકરીઓએ. આ ઉપરાંત ધોરણ ૧૨ સાયન્સમાં ૩૫ જેટલા વિદ્યાર્થીઓએ ૯૦થી વધારે પી.આર મેળવ્યા છે.

ક્રિષ્ના સ્કુલની થોરીયા ક્રિષ્નાએ ધોરણ ૧૨ સાયન્સમાં ૯૯.૯૮ પીઆર સાથે એ-૧ ગ્રેડ મેળવી બોર્ડમાં સેક્ધડ નંબર મેળવેલ છે. ક્રિષ્નાએ ફીઝીકસમાં ૧૦૦ માંથી ૯૯ માર્કસ મેળવ્યા છે અને જેઈઈ મેઈનમાં ૯૮.૪૫ તથા ગુજકેટમાં ૯૯.૯૭ પીઆર મેળવ્યા છે. ક્રિષ્ના થોરીયાનાં પિતા કોમ્પ્યુટર ક્ષેત્રમાં જોબવર્ક કરે છે અને માતા સરકારી નોકરીયાત છે. ક્રિષ્ના એમની સફળતા અંગે વાત કરતા કહે છે દરરોજ ૧૦ થી ૧૨ કલાકનું વાંચન અને સ્કૂલમાં એકપણ દિવસની ગેરહાજરી વગર આ સફળતા મેળવેલ છે.

એવી જ રીતે ધોરણ ૧૨ સાયન્સમાં ૯૯.૯૫ પીઆર સાથે એ-૧ ગ્રેડ મેળવીને બોર્ડમાં પાંચમું મેળવનાર માધવી પાડશળાના પિતા ડાઈનીંગ હોલ ચલાવે છે અને માતા ઘરકામ કરે છે. માધવીએ મેથ્સ થીયરીમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ તથા જેઈઈ મેઈનમાં ૯૮.૦૪ અને ગુજકેટમાં ૯૯.૯૦ પીઆર મેળવ્યા છે. ધોરણ ૧૨ સાયન્સ બોર્ડમાં ૯૯.૩૯ પીઆર મેળવનાર ખોખારિયા નીશીતાના પિતા એક ડાયમંડ વર્કર છે અને માતા ઘરકામ કરે છે. નીશીતાએ જેઈઈ મેઈનમાં ૮૯.૮૨ અને ગુજકેટમાં ૯૫.૯૧ પીઆર મેળવ્યા છે. નીશીતાને પણ આઈઆઈટીમાંથી અભ્યાસ કરીને ઈનફોર્મેશન ટેકનોલોજીમાં સ્નાતક બની બેસ્ટ ટેકનીશીયન બનવાની ઈચ્છા છે.

આ વર્ષે ક્રિષ્ના સ્કુલમાં ધોરણ ૧૨ સાયન્સમાં છોકરા કરતા છોકરીઓએ વધુ પીઆર મેળવવામાં મેદાન માર્યું છે. ૧૨ સાયન્સમાં ૯૯.૧૯ પીઆર સાથે સ્કૂલમાં ચોથો ક્રમ મેળવનાર માવાડિયા દિશા સફળતા વિશે વાત કરતા કહે છે સતત અભ્યાસમાં ધ્યાન આપી સ્કૂલની સાથે ઘરે પણ મહેનત કરી છે. ખાસ કરીને સ્કૂલ દ્વારા જે વાતાવરણ પુરું પાડવામાં આવ્યું છે એ આ સફળતા મેળવવામાં ખુબ જ ઉપયોગી થયું છે. ઝળહળતી સિદ્ધિ બદલ ક્રિષ્ના સ્કુલનાં એમ.ડી.મહેન્દ્રભાઈ ગજેરા અને ટ્રસ્ટી તૃપ્તિબેન ગજેરા સાથે વિદ્યાર્થીનીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ક્રિષ્ના સ્કૂલના ૩૫ જેટલા વિદ્યાર્થીઓએ ૯૦ પી.આર.થી વધારે મેળવ્યા છે. આ ઉપરાંત જેઈઈ પરીક્ષામાં ૭૨ વિદ્યાર્થી કવોલીફાઈટ થયા છે.

આમ તો ક્રિષ્ના ગ્રુપ ઓફ સ્કૂલની શ‚આત જ સાયન્સ સ્કૂલથી થઈ હતી. આજે સાયન્સ સ્કૂલથી શ‚ થયેલ ક્રિષ્ના સ્કુલ ઓફ ગ્રુપની રાજકોટ, ત્રંબા, જામનગર, માંડવી અને ભુજમાં શાળાઓ કાર્યરત છે. દર વર્ષે ધોરણ ૧૨ સાયન્સમાં ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓ બોર્ડના ટોપ રેન્કમાં સ્થાન પામે છે. આજરોજ ધોરણ ૧૨ સાયન્સમાં ક્રિષ્ના સ્કુલના વિદ્યાર્થીઓએ મેળવેલી ભવ્ય સફળતા બદલ સ્કૂલના એમ.ડી.મહેન્દ્રભાઈ ગજેરા અને ટ્રસ્ટી તૃપ્તીબેન ગજેરાએ વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને તથા શિક્ષકગણને શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.