નીટમાં મોરણીયા પાર્થે ૭૨૦માંથી ૬૬૫ અને મારડીયા અપેક્ષાએ ૫૫૬ માર્ક મેળવી ઈનસાઈટ એજયુકેશનનું ગૌરવ વધાર્યું

ગઈકાલે મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટેની નીટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ. ચાલુ વર્ષે ૨૦૧૯ના દેશભરમાંથી ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી જેમાં રાજકોટનું ઈનસાઈટ એજયુકેશનનું ઝળહળતું પરિણામ આવ્યું છે. નીટમાં ઈનસાઈટ એજયુકેશનનું ૧૦૦ ટકા રિઝલ્ટ આવતા ત્યાના વિદ્યાર્થી શિક્ષકો અને વાલીઓએ ભવ્ય ઉજવણી કરી હતી.

ઈનસાઈટ એજયુકેશનના સંચાલક ડો.સી.ડી.શંખાવરાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે નીટનાં પરિણામમાં અમારી ઈનસાઈટ એજયુકેશનનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. તેમાં પણ અમારો વિદ્યાર્થી પાર્થ ભારાણીએ ૭૨૦માંથી ૬૬૫ માર્ક મેળવીને પ્રથમ નંબર મેળવ્યો છે. અને રાજકોટમાં તે ચોથા ક્રમે છે. અમારા ૨૧ વિદ્યાર્થીઓમાંથી ૩વિદ્યાર્થીઓએ ૫૦૦થી વધુ માર્ક મેળવ્યા છે. અને લગભગ ૧૧ વિદ્યાર્થીઓએ ૪૦૦થી વધુ માર્ક મેળવ્યા છે. આ પરિણામ બદલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન તેમજ અમારા સ્ટાફનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું.

વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે અત્યારે જે વિદ્યાર્થીઓ ધો.૧૨માં અભ્યાસ કરે છે તેઓનો એક જ સંદેશો છે કે અથાગ મહેનત કરો, નવી નવી બુકો વાંચો અને નીટમાં જે વિદ્યાર્થીઓને ખૂબજ સારૂ પરિણામ મેળવવું છે. તેવા વિદ્યાર્થીઓ જો અંગ્રેજીમાં વધુ તૈયારી કરે તો સરળતાથી માર્કસ મેળવી શકશે.

students-of-innsite-education-shine-in-the-essay
students-of-innsite-education-shine-in-the-essay

ઈનસાઈટ એજયુકેશનમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મારડીયા અપેક્ષાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, નીટમાં મેં ૫૫૬ માર્કસ મેળવ્યા છે. બોર્ડમાં ૯૩ પીઆર મેળવ્યા હતા આ શ્રેષ્ઠ પરિણામ બાદ એમ.બી.બી.એસમાં પ્રવેશ મેળવવો છે. મારા માતા પિતાનો ખૂબજ સહયોગ તેમજ મારા કલાસીસના અમારા પ્રોફેસરોનો ખૂબજ સપોર્ટ હતો. આ લીધે જ મેં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે. મારો સંદેશો વિદ્યાર્થીઓને એજ છે. કેજયારે સ્કુલમાં જીપ ત્યારબાદ ૫ થી ૬ કલાકની વધારે મહેનત સ્પેશ્યલ બાયોલોજી પર ધ્યાન કેન્દ્રીત થાય તો અવશ્ય સફળતા મળે.

ઈનસાઈટ એજયુકેશનના વિદ્યાર્થી મોરણીયા પાર્થે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, ૧૨માં ધોરણમાં મે ૯૦ ટકા અને નીટમાં મેં ૭૨૦માંથી ૬૬૫ માર્કસ મેળવ્યા છે. આટલુ શ્રેષ્ઠ પરિણામ આવ્યું તો મેં અથાગ મહેનત ઉપરાંત અહીના શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબજ સહયોગ રહ્યો છે. ભવિષ્યમાં એમ.બી.બી.એસમાં પ્રવેશ મેળવી ડોકટર બનવું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.