જયારે આખુ વિશ્ર્વ નોવેલ કોરોના વાઇરસની મહામારીના સકંજામાં છે ત્યારે દરેક માણસે પોતાનાથી થઇ શકે એટલી મદદ કરવી પડે એમ છે આ મહામારીના પ્રકોપને અટકાવવા રાજકોટની હરિવંદના કોલેજ હરહંમેશની જેમ આ આફતના સમયે પણ સમાજ સેવા માટે તત્પર છે.
ગઇકાલે હરિવંદના પરિવારના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સભ્યો દ્વારા બનાવવામાં આવેલ હેન્ડ સેનીટાઇઝરનું વિનામૂલ્યે વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું. જેની શરુઆત રાજકોટ જીલ્લા કલેકટર ઓફીસમાં દિવસ-રાત કામ કરી રહેલા કર્મચારીઓને આ હેન્ડ સેનીરાઇઝર આપી કરવામાં આવી. આશરે ૩૦૦ જેટલી બોટલ્સ કોલેજમાં જ તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
કલેકટર રામ્યા મોહનજીએ આ કાર્યને વધાવ્યું અને આમ જ એકબીજાને મદદરુપ થવા જણાવ્યું હતું કારણ કે આ મહામારીના સમયમાં આપણી સમજ, તકેદારી અને પરસ્પરનો સહકાર જ આપણને સુરક્ષિત રાખી શકે એમ છે.
ઉલ્લેખનીય છે કે હરિવંદના પરિવાર આવા કપરા સમયમાં પણ સમાજ સેવા માટે તત્પર છે અને હજુ પણ જરુર પડયે અન્ય સેવાઓ આપવા કટિબઘ્ધ છે. સંસ્થાના ચેરમેન મહેશભાઇ ચૌહાણ તથા ડાયરેકરએ સંસ્થા દ્વારા થઇ શકે એટલી સેવાઓ આપવાની ખાતરી આપી છે.