રાજ્ય સરકારના નવતર પ્રયોગમાં પાંચ પાંચ વિદ્યાર્થીઓની પસંદગી થતા ગૌરવની લાગણી પ્રસરી
રાજ્યના વિધાન સભા અધ્યક્ષ અને સરકાર દ્વારા આગામી તા. 21 નાં એક દિવસ માટે રાજ્યનાં વિદ્યાર્થીઓને કમાન સોંપવાનું નક્કી કરવામાં આવ્યું હોય જે અનુસંધાને ગોંડલ સેન્ટ મેરી સ્કૂલના પાંચ વિધાર્થીઓ ની પસંદગી થતા શહેરમાં ગૌરવની લાગણી પ્રસરી છે
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ દ્વારા એક નવતર પ્રયોગ રૂપે આગામી તારીખ 21 ના રોજ વિદ્યાર્થીઓ એક દિવસ માટે ધારાસભ્ય બનાવી અને એક દિવસીય સત્ર નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગોંડલ સેન્ટ મેરી સ્કૂલના ધેવરિયા કુષ, મકવાણા ગૌતમ, વોરા જીનલ, શુક્લા અસ્મી, તેમજ આશર હિતિકા ની પસંદગી થયેલ છે.
જેમના ચાર વિદ્યાર્થી ધારાસભ્ય તરીકે જવાબદારી નિભાવશે અને આશર હિદીતા ને ધારાસભ્ય ની સાથે પ્રવક્તા ની જવાબદારી પણ સોંપવામાં આવેલ છે. આ તકે શાળાના પ્રિન્સિપાલ ફાધર જોસી જોસેફ દ્વારા શુભકામના પાઠવી શાળાના શિક્ષક દુષ્યંતસિંહ જાડેજા અને પ્રતિપાલસિંહ જાડેજા ને વિદ્યાર્થી ધારાસભ્યો ની સાથે રવાના કરવામાં આવ્યા છે,ગોંડલ નાં વિદ્યાર્થી ઓ ની પસંદગી થતા શહેરમાં ગૌરવની લાગણી પ્રસરી છે.