શિક્ષકો અને વિદ્યાર્થીઓ થયા ભાવવિભોર: શિક્ષકોએ પોતાના હાથે નાસ્તો બનાવીને બાળકોને પીરસ્યો

ટંકારા તાલુકાની હડમતિયા કન્યા તાલુકા પ્રાથમિક શાળામાં ધો. ૮ માં અભ્યાસ કરતા વિધાર્થીઅોનું પ્રાથમિકશાળામાં વાર્ષિકસત્ર પૂર્ણ થતા તમામ બાળકોને હોશે હોશે ગુરુજનોઅે વિદાય આપી હતી. વિદાય સમારંભમાં વિધાર્થીઅોના મનમાં ગુરુ પ્રત્યે રહેલો ભાવ પ્રગટ થયો હતો અને રીતસર આ વિધાર્થીઅોની આંખમાં આસું જોવા મળ્યા હતા.

ગુરુજનો પણ બાળકોની આવી ગુરુ પ્રત્યેની ભાવના જોઈ ભાવવિભોર બની ગયા હતા. વિધાર્થીઅોઅે ધો. ૧ થી ૮ સુધીના અભ્યાસ અંગેના ખાટા-મીઠા સ્મરણો તાજા કર્યા હતા. ધો.૮ ના તમામ બાળકો માટે શાળા પરિવાર તરફથી ભેળ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ નાસ્તો ખુદ ગુરુજનોઅે ભાવથી સ્કુલમાં જ બનાવીને બાળકોને પીરસ્યો હતો. કન્યા તાલુકા શાળાના આચાર્ય મનહરભાઈ ફુલતરીયાએ વિધાર્થીઅો આગળ અભ્યાસ કરી શાળા અને ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી અને વિધાર્થીઅોઅે પણ શાળાને શાળાસુશોભનની વસ્તુઅો ભેટ સ્વરૂપે આપી હતી.

આ પ્રસંગે શાળાના આચાર્ય, માધ્યમિકશાળાના આચાર્ય, કુમારશાળાના આચાર્ય, શિક્ષકગણ, સ્કુલ મેનેજમેન્ટ સમિતિ ના ભૂતપૂર્વ અધ્યક્ષ રમેશ ખાખરીયા તેમજ વર્તમાન અધ્યક્ષ વિક્રમ ગોહિલ હાજર રહ્યા હતા.આ વિદાય સમારંભને સફળ બનાવવા સિણોજીયા નિલેશ સર, ઢેઢી નિલેશ સર, નમેરા નિતીન સર, ભાગિયા પ્રવિણ સર, પ્રહલાદ સર તેમજ કોમલબેને જહેમત ઉઠાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.