સીબીએસઈ બોર્ડની ધોરણ-10ની પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં યોજાઈ હતી. હાલમાં વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. આ સાથે વિદ્યાર્થીઓ ધોરણ-11માં પ્રવેશની તૈયારીમાં વ્યસ્ત છે. ઘણા વિદ્યાર્થીઓ ધોરણ-10 પછી જ સ્પષ્ટ થઈ જાય છે કે તેઓ આગળ શું કરવા માંગે છે અથવા કઈ સ્ટ્રીમમાં અભ્યાસ કરવા ઈચ્છે છે.સીબીએસઈ એ બેઝિક મેથ્સ સાથે ધોરણ-10 પાસ કરનારા વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. સીબીએસઈ બોર્ડે ધોરણ 11માં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. તમે તેને ભબતય.લજ્ઞદ.શક્ષ પર ચેક કરી શકો છો. આ મુજબ જે વિદ્યાર્થીઓએ 10માં બેઝિક મેથ્સનો વિકલ્પ પસંદ કર્યો હતો તેઓ હવે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ 11માં ભણી શકશે. અગાઉ, ધોરણ-10મા સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરનારને જ 11મા પીસીએમ સ્ટ્રીમમાં અભ્યાસ કરવાની છૂટ હતી.

વિદ્યાર્થીઓ ખુશ છે કે આ નિયમ ધોરણ 11માં પ્રવેશ પ્રક્રિયા શરૂ થયા પહેલા આવી ગયો છે. જેમણે ધોરણ 10માં ગણિત બેઝિક પસંદ કર્યું હતું તેઓ 11માં ગણિત બેઝિક જ લઈ શકશે. તે જ સમયે, જે વિદ્યાર્થીઓએ બેઝિક મેથ્સ (241) પસંદ કર્યું હતું તેઓ ફક્ત 11મા ધોરણમાં જ એપ્લાઇડ મેથ્સ લઈ શકતા હતા,સીબીએસઈએ આગળ લખ્યું, ’કોરોના રોગચાળાને કારણે,સીબીએસઈ એ 11મા ધોરણના વિદ્યાર્થીઓને ગણિત વિષય (041) ઓફર કર્યો છે. કર્યું હતું, જેમણે 10માં બેઝિક ગણિત વિષય પસંદ કર્યો હતો. હવે 2024-25 સત્રમાં,એનઈપીની ભલામણો હેઠળ વિદ્યાર્થીઓને કેટલાક ફેરફારો સાથે છૂટછાટ આપવામાં આવી રહી છે. આ છૂટછાટ ફક્ત શૈક્ષણિક સત્ર 2024-25 માટે છે. આ વર્ષે પણ, જે વિદ્યાર્થીઓએ ધોરણ 10માં મેથ્સ બેઝિક (241) પસંદ કર્યું હતું તેઓ ધોરણ 11માં પ્રવેશ સમયે ધોરણનું ગણિત (041) લઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.