સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટના રામકૃષ્ણ મઠ સાથે કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ એમ.ઓ.યુ. કરાયા: રામકૃષ્ણ મઠ, રાજકોટના અધ્યક્ષ પૂજ્ય નિખિલેશ્વરાનંદ સ્વામીજીની ઉપસ્થિતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મૂલ્યનિષ્ઠ શિક્ષણ સાથે સંશોધન અને વિદ્યાર્થીહિતને ધ્યાનમાં રાખીને કાર્ય કરી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટના રામકૃષ્ણ મઠ સાથે કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. આ એમ.ઓ.યુ. માં વેલ્યુ એજ્યુકેશન, સ્પીરીચ્યુઅલ એજ્યુકેશન, ભારતીય જ્ઞાન પરંપરા તથા મૂલ્યનિષ્ઠ શિક્ષણનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે જીવન મૂલ્યો, આધ્યાત્મિકતા, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જ્ઞાન મળે એ આ એમ.ઓ.યુ. નો હેતુ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણીક અને સંશોધન બાબતો માટે જુદા-જુદા વિશ્વવિદ્યાલયો તથા શૈક્ષણીક સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવે તથા રામકૃષ્ણ મઠ, રાજકોટના અધ્યક્ષ પૂજ્ય નિખિલેશ્વરાનંદ સ્વામીજી, એક્ઝીક્યુટીવ કાઉન્સીલના સભ્યો ડો. બી.કે. કલાસવા, ડો. નીતાબેન ઉદાણી, કુલસચિવ ડો. રમેશભાઈ પરમાર, આઈ.કયુ.એ.સી. ના કોઓર્ડીનેટર ડો. સંજયભાઈ મુખર્જી, ડો. હરિકૃષ્ણભાઈ પરીખ, ડો. દિપકભાઈ પટેલ તથા એકેડેમિક ઓફીસર ડો. સી.એમ. કાનાબાર ઉપસ્થિત રહ્યા હતા.