જીવરાજ બાપુ ગુરૂ શામજીબાપુના આશિર્વાદ તથા સંતો-મહંતોની નિશ્રામાં ૨ લાખ ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ: ૧૨૩૭૨ વિદ્યાર્થીઓ તથા વાલીઓની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ: સામાજીક આગેવાનોની નોંધનીય ઉપસ્થિતિ કાર્યક્રમના અંતમાં સહુ કોઈને આભાર વ્યકત કરી નરેન્દ્ર બાપુએ માનવતાની પરંપરાનાં ભાગરૂપે અવિરત સેવા કાર્યો કરતા રહીશુંનો આપ્યો કોલ
આપાગીગાનો ઓટલો અને જીવરાજ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે હજારો લોકોની જનમેદની વચ્ચે ૧૨૩૭૨ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ફૂલસ્કેપ નોટબુક વિતરણનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ સદગ‚ દેવ જીવરાજબાપુ ગૂરૂ શ્રી શામજીબાપુના આર્શીવાદથી પૂ. નરેન્દ્રબાપુના સાનિધ્યમાં વિશાળ સંતો મહંતોની હાજરીમાં સુપેરે સંપન્ન થયો હતો.તાજેતરમા ગુજરાત રાજય પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન તરીકે મનોનીય થયેલા નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સમયાંતરે વિદ્યાર્થીઓને સંપૂર્ણ વિનામૂલ્યે નોટબુક વિતરીત કરવામા આવે છે.કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આર્શીવચન અને આર્શીવાદ આપવા પધારેલા સતાધાર ધામના વિજયબાપુ ગૂરૂ જીવરાજબાપુ, મહંત દાદાબાપુ અપૂર્વમૂની સ્વામી, અક્ષર પ્રકાશદાસ સ્વામી, જ્ઞાનજીવનદાસજી સ્વામિ નિગુર્ણ જીવનદાસજી સ્વામી, જેરામબાપુ, પૂ. લવજીબાપુ, મગનીરામબાપુ વિગેરે સાધુ સંતો સમુદાયનું ફૂલ હાર અને સાલ ઓઢાડીને સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતુ ત્યારબાદ પૂ. વિજયબાપુ દ્વારા કડીયા સમાજના અગ્રણીઓ હેમરાજભાઈ કાચા, હસુભાઈ ચોટલીયા, કિશોરભાઈ પરમાર, જેન્તીભાઈ કાચાનું સન્માન કરવામાં આવ્યું હતુ. અપૂર્વમૂની સ્વામી દ્વારા કાર્યક્રમમાં આમંત્રીત પાટદાર સમાજના અગ્રણીઓ અશોકભાઈ દલસાણીયા અને જે.એમ.પનારાનું સન્માન કરવામાં આવ્યું. જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા કડીયા સમાજના અગ્રણીઓ છગનભાઈ કાચા, મામલતદાર રતીલાલ ટાંક, મનસુખભાઈ ટાંક, શૈલેષભાઈ ટાંક, ડી.પી. રાઠોડ, બકુલભાઈ સોલંકી, મહેશભાઈ પરમાર, ડો. જી.યુ. કાચા, કાંતીભાઈ ચાવડા, અશોકભાઈ સોલંકી,ભાર્ગવભાઈ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતુ. પૂ. દાદાબાપુ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણી જનાર્દનભાઈ આચાર્ય, જે.પી. જોષી, ભાસ્કરભાઈ ત્રિવેદી, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાયનું સન્માન કરવામાં આવ્યું હતુ. પૂ. જેરામબાપુ દ્વારા સુથાર સમાજના અગ્રણી રાજુભાઈ આમરણીયા, જગદીશભાઈ મીસ્ત્રી તથા લુહાર સમાજના અગ્રણીઓ મનસુખભાઈ સોલંકી અને યોગેશભાઈ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું હતુ. પૂ. નિર્ગુણ સ્વામી દ્વારા પાટીદાર સમાજના અગ્રણી શૈલેષભાઈ પરસાણા, વલ્લભભાઈ પટેલ એન.એમ.દાવડા અને કે.સી. પટેલનું સન્માન કરવામાં આવ્યું હતુ. પ્રજાપતી સમાજના અગ્રણી ગિરીશભાઈ દેવળીયા અને વિઠ્ઠલભાઈ ગાધેરનું મહંત લવજીબાપુ નેસડી દ્વારા સન્માન કરવામાં આવ્યું જૈન સમાજના ચંદ્રકાંતભાઈ શેઠ, કિશોરભાઈ કોરડીયા, વી.ટી.ભાઈ તુરખીયા, દિલીપભાઈ રવાણી વિગેરેનો સન્માનનો દોર આગળ વધારતા વિજયબાપુ દ્વારા કડીયા સમાજના બંને મહિલા કોર્પોરેટર શિલ્પાબેન જાવીયા, જયાબેન ટાંકનું સન્માન કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમના મુખ્ય આયોજક નરેન્દ્ર બાપુએ તમામ સંત સમુદાયનો આભાર વ્યકત કરી કાર્યક્રમનું મુખ્ય પ્રાયોજન જણાવ્યું હતુ. પોતાના પ્રેરક ઉદબોધનમાં વિદ્યાર્થીઓ સ્વયં શિક્ષીત બને દિક્ષિત બને, રાષ્ટ્રવાદી બને અને રાષ્ટ્ર માટે સંગઠીત બને અને શિસ્ત જાળવવા ખાસ અનુરોધ કર્યો હતો.કાર્યક્રમનું સંચાલન જીજ્ઞેશભાઈ કાલાવડીયા દ્વારા કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમને સફળ બનાવવા માટે હરસુખભાઈ ચોટલીયા, કિશોર પરમાર, બકુલભાઈ સોલંકી, દામજીભાઈ ચોટલીયા, તેજશભાઈ ગાંગાણી, વિમલભાઈ સાપરીયા, કિશોરભાઈ પરમાર, બકુલભાઈ સોલંકી, દામજીભાઈ ચોટલીયા, તેજશભાઈ ગાંગાણી, વિમલભાઈ સાપરીયા પ્રકાશભાઈ સાપરીયા, ડી.પી. રાઠોડ, મનોજભાઈ ગાંગાણી, જીજ્ઞેશભાઈ મનાણી, રાજુભાઈ કાચા, જ્ઞાનેન્દ્રભાઈ સોલંકી, વિજયભાઈ પાઘડાર, લાલજીભાઈ પઢીયાર કાનજીભાઈ જાદવ, કાંતીભાઈ રાઠોડ, નરેન્દ્રભાઈ રાઠોડ,આનંદભાઈ જાવીયા, દિનેશભા, જાવીયા, વિનુભાઈ ટાંક, વિશાલભાઈ ચોટલીયા, સંજયભાઈ ટાંક, પ્રવિણભાઈ જાવીયા, દિલીપભાઈ ધનાણી, મુકેશભાઈ વાઘેલા,પ્રકાશભાઈ કાચા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.