સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં નેનો સાયન્સ એન્ડ એડવાન્સડ મટીરીઅલ્સ ભવન ખાતે વિદ્યાર્થીઓને સ્વતંત્ર ઉદ્યોગો માટે પ્રોત્સાહન મળે તે માટે એક દિવસીય સેમિનાર યોજાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના નેનોસાયન્સ એન્ડ એડવાન્સડ મટેરિઅલ્સ ભવન ખાતે વિદ્યાર્થીઓને સ્વતંત્ર ઉદ્યોગો માટે પ્રોત્સાહન મળે એ માટે એકદિવસીય વિશેષ સેમિનારનું આયોજન કરાયેલ હતુ.
દુનિયાના વિવિધ દેશોની બનેલી જી.20, સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલય તથા આઈઆઈસી કમિટીના સયુંકત ઉપક્રમે વિદ્યાર્થીઓને ઉદ્યોગો સ્થાપવા માટે મક્કમ માર્ગદર્શન આપ્યું હતું.
સૌ. યુનિ.ના કુલપતિ ભીમાણીએ મોદીના અત્મનિર્ભર ભારત માટે આવા સેમિનાર પહેલું પગથિયું છે એમ કહીને વિદ્યાર્થીઓને સેમિનારના તજજ્ઞો પાસેથી મહત્તમ લાભ લેવા માટે સૂચન કર્યું હતું. એમએસએમઈ એટલે કે મધ્યમ અને નાના કદના ઉદ્યોગોના રાજકોટના ડાયરેકટર જોષીએ વિદ્યાર્થીઓને વિવિધ સરકારી સહાય વિશે સમજણ આપી હતી. આઈઆઈટી મુંબઈથી પ્રશિક્ષિત તથા રાજકોટની ઇન્ડસ્ટ્રીમાં નવા નવા ઉદ્યોગો શરૂ કરવાવાળા આનંદ સાવલિયાએ વિદ્યાર્થીઓને એક નવતર વિચાર, જો સરસ રીતે યડ્ઢયભીયિં કરવામાં આવે તો કેટલું સરસ પરિણામ આપે છે એના દાખલાઓ આપ્યા. માત્ર અંગત વિકાસ નહીં, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પણ આપણે યોગદાન આપવું જોઈએ એ વિદ્યાર્થીઓને પણ સમજાવ્યું.
શેરડીના રસના ચિચોડામાં ક્રાયોજેનિક ટેકનોલોજી ઉમેરીને ઠંડો રસ સાવ નજીવી કિંમતે આપવાની તકનીક વિકસિત કરનાર રાજકોટના આગળ પડતા ઉદ્યોગપતિ જયેશભાઇ રાઠોડ પણ આ સેમિનારમાં ઉપસ્થિત હતા.
સમગ્ર સેમિનારને સફળ બનાવવા માટે જી20 અને આઈઆઈસી કમિટીના વિવિધ હોદ્દેદારો ડો. હિતેશભાઈ શુકલા, ડો. રંજનબેન ખૂંટ, ડો. હરિકૃષ્ણ પરીખ, તથા નેનોસાયન્સ ભવનના અધ્યક્ષ ડો. ભરતભાઇ કટારીયા, ડો. અશ્વિની બેન જોષી, ડો. આશિષ રાવલિયા તથા ડો. ચિરાગ સાવલિયા એ જહેમત લીધી હતી.