૯૦ ટકાથી લઇને ૪૫ ટકા મેળવનારા તમામ વિઘાર્થીઓ આઇટી તરફ વળી રહ્યા છે

એક સમયમાં એન્જીનીયરીંગ જેવા ડીગ્રી કોષનો વિઘાર્થીઓમાં ક્રેઝ જોવા મળતો હતો ત્યારે હવે એન્જીનીયરીંગ કરનારા વિઘાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે. અને તેને બદલે કમ્યુટરો અને આઇટીને લગતા કોર્ષ માટે જાણે સોનાનો સુરજ ઉગ્યો છે તેમ કહી શકાય. જયારે બેચલર ઓફ એન્જીનીયરીંગની વાત કરવામાં આવે તો આ કોર્ષ માટે રાજયભરમાં હાલ ૬૩,૪૯૭ સીટો છે જેમાંથી ફકત ૩૯,૬૬૮ સીટો જ ભરાઇ છે.

એડમીશન કમીશનર ફોન પ્રોફેશ્નલ કોર્ષના અધિકારીએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા આ વખતે એન્જીનીયરીંગ કોર્ષમાં ઘટાડો આવ્યો છે. તેના બદલે વિઘાર્થીઓ આઇટી ક્ષેત્રે કારકિર્દી મેળવવાનું વધુ પસંદ કરી રહ્યા છે. કમીટીના મેમ્બર સેક્રેટરી જી.પી. વાડોદરીયા જણાવે છે કે ૯૦ ટકા થી લઇ ૪પ ટકા મેળનારા તમામ વિઘાર્થીઓ કમ્પ્યુટર અથવા આઇટી ક્ષેત્રમાં જવા માંગે છે.

શિક્ષણના નિષ્ણાતોનું કહેવું છે કે બન્ને કોર્ષ સહીત સીવીલ મેકેનીકલ અને ઇલેકટ્રોનીક તેમજ કમ્પુનીકેશનના વિઘાર્થીઓ પણ કોર તેમજ કમ્પ્યુટર તરફ વળી રહ્યા છે. છેલ્લા બે દસકાથી આઇટી અને કમ્પ્યુટર ક્ષેત્રનો ક્રેઝ વધી રહ્યો છે. મને યાદ છે જયારે ૨૦૦૦ ની સાલમાં એ  અને બી ગ્રુપ ન હતા ત્યારે મેડીકલ એડમીશન કરતા કમ્પ્યુટર ક્ષેત્રે વધુ એડમીશન નોંધાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.