યુ.જી.સી.એ દેશભરની યુનિવર્સિટીઓમાં સર્જીકલ સ્ટ્રાઈક ડેની ઉજવણીનો આદેશ આપ્યો હતો. તેના ભાગરૂપે આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલમાં વિદ્યાર્થીઓએ સર્જીકલ સ્ટ્રાઈક અંગેની ડોકયુમેન્ટરી નિહાળી હતી. સાથોસાથ પૂર્વ નૌસેના અધિકારી દુશ્મનોને પછડાટ આપતી ભારતીય સેનાની ગૌરવ ગાથા વર્ણવી હતી.
ખાસ તો યુવાનો ભારતીય સેનાની તાકાતથી પરિચિત થાય તે માટે સર્જીકલ સ્ટ્રાઈક ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.નિલાંબરીબેન દવે, રજીસ્ટર ડો.ધીરેન પંડયા સહિત સિન્ડીકેટ સભ્યો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.