- ભગવતીપરાનો શખસ ત્રણ દિવસથી સગીરાને પીછો કરી પજવણી કરતો , સગીરાને મુકવા ભાઇ આવતા ગાળો કેમ બોલે છે કહી હુમલો કર્યો
રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં 16 વર્ષની વિદ્યાર્થીની આ વિસ્તારમાં રહેતો શખસ ત્રણ દિવસથી પીછો કરી પજવણી કરતો હતો.દરમિયાન તેને મુકવા માટે તેનો કૌટુંબિક ભાઇ આવતા આ શખસે તેને કોઇ તિક્ષણ વસ્તુ માથાનાભાગે માર દીધી હતી.સગીરા અને તેના 14 વર્ષના ભાઇ સાથે પણ મારકૂટ કરી હતી.
સુરેન્દ્રનગર પંથકમાં રહેતા કમલેશ(ઉ.વ 20) નામના યુવાને આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાવન આહિર (રહે દત્તાત્રેય સ્કૂલ પાસે)નું નામ આપ્યું છે. કમલેશ નામના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે,
દરમિયાન ગઈકાલે સાંજના 6:30 વાગ્યા આસપાસ તે પોતાની માસીની 16 વર્ષની દીકરી અને 14 વર્ષના પુત્રને એકટીવા બેસાડી ભગવતીપરા પાસે આવેલા ટ્યુશન ક્લાસમાં મુકવા માટે જતો હતો. દરમિયાન ભગવતીપરા પુલ પર પાછળથી એક એકટીવા ચાલકે તેનું વાહન બાજુમાં લાવી વાહન રોકી યુવાનના એકટીવાની ચાવી કાઢી લીધી હતી અને કહ્યું હતું કે, તું શું ગાળો બોલે છે જેથી યુવાને કહ્યું હતું કે અમે ગાળો બોલતા નથી બાદમાં આ શખસે ઉશ્કેરાઇ યુવાને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ તેની કૌટુંબિક બહેન અને ભાઈને પણ ઝાપટ મારવા લાગ્યો હતો અને કહ્યું હતું કે, તું પુલ નીચે આવ તેવી ધમકી આપી હતી.
યુવાન એકટિવા લઇ બહેન અને ભાઈને ટ્યુશન ક્લાસીસમાં મુકવા ગયો હતો ત્યારે આ શખસ પાછળ આવી તેને રોકી કહ્યું હતું કે, તું કોને ફોન કરે છે તેમ કહી તેની પાસે કિચનમાં રહેલી છરી જેવું હથિયાર માથાના પાછળના ભાગે મારી દીધું હતું અને યુવાનનો મોબાઇલ પણ તોડી નાખ્યો હતો અને તેના ભાઈ તથા બહેનને પણ માર મારવા લાગ્યો હતો. દરમિયાન ટ્યુશન ક્લાસીસના સર આવી જતા આ શખસ અહીંથી જતો રહ્યો હતો અને જતા જતા ધમકી આપી હતી કે, મારૂ નામ સાવન આહીર છે દત્તાત્રેય સ્કૂલ પાસે રહું છું તારાથી થાય એ કરી લેજે.
આ હુમલામાં યુવાને ઈજા પહોંચી હોય જેથી તે સારવાર માટે હોસ્પિટલ જતા તેને માથાનાભાગે બે ટકા આવ્યા હતા. બાદમાં તેણે આ બાબતે પોતાની કૌટુંબિક બહેનને પૂછતા તેણે જણાવ્યું હતું કે, હું ત્રણ દિવસથી સ્કૂલે જાઉં છું ત્યારે આ સાવન એકટીવા લઇ મારી પાછળ પાછળ આવી મારી પજવણી કરી હેરાન પરેશાન કરે છે જેથી આ બાબતે યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારી, તોડફોડ અને પોકસો એક્ટની કલમ હેઠળ આરોપી સાવન આહિર સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.