- અન્ડરએજ ડ્રાઈવિંગ અને લાઈસન્સ વિના વાહન ચલાવતાં બાળકો માટે સ્પેશ્યિલ ડ્રાઈવ યોજાઈ
- કુલ 2.33 લાખનો દંડ અને વાહનો ડિટેન કરાયા
સેફટી કમિશનરના માર્ગદર્શન હેઠળ મહેસાણા શહેરનાં અલગ-અલગ સ્કુલોમાં 16 વર્ષથી નીચેના વયનાં બાળકો દ્વારા વાહન ચલાવતા હોય તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે RTO અને પોલીસની 4 ટીમો દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન સાર્વજનિક સંકુલ, આર. જે. ઇન્ટરનેશનલ, નાલંદા હાઇસ્કુલ, વર્ધમાન હાઈસ્કૂલ અને અન્ય શાળાઓમાં ચેકીંગ હાથ ધરાયુ હતું. આ ઉપરાંત 26 જેટલાં અન્ડરએજ ડ્રાઇવિંગનાં કેસો અને 33 કેસોમાં લાઈસન્સ વિના વાહન ચલાવતાં બાળકો પકડાયાં હતા.જેમાં કુલ 2.33 લાખનો દંડ કરાયો અને વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. તેમજ અધિકારીઓએ બાળકોનું અને વાલીઓનું કાઉન્સેલીંગ કર્યું હતું. આ ઉપરાંત ઉમર કરતા વહેલા વાહન ચલાવવા આપવું એ ગર્વ નહીં શરમની વાત છે તેવી સમજ આપી હતી.
તા.19/03/2025 નાં રોજ સવારે 7 કલાકે માન. રોડ સેફટી કમિશનરના માર્ગદર્શન હેઠળ મહેસાણા શહેરનાં અલગ-અલગ સ્કુલોમાં ૧૬ વર્ષથી નીચેના વયનાં બાળકો દ્વારા વાહન ચલાવતા હોય એવા અન્ડરએજ ડ્રાઈવિંગનાં કિસ્સાઓ સામે RTO અને પોલીસની 4 ટીમો દ્વારા આકસ્મિક તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવી. જેમાં સાર્વજનિક સંકુલ, આર. જે. ઇન્ટરનેશનલ, નાલંદા હાઇસ્કુલ, વર્ધમાન હાઈસ્કૂલ અને અન્ય શાળાઓમાં ચેકીંગ હાથ ધરાયુ.
શહેરમાં નાની ઉંમરના બાળકો દ્વારા વાહનો ચલાવાતાં હોઈ તેઓની સુરક્ષા જોખમાતી હોઈ રોડ સેફટીનાં અનુસંધાને અન્ડરએજ ડ્રાયવિંગ અને લાઈસન્સ વિના વાહન ચલાવતાં બાળકો માટે સ્પેશ્યિલ ડ્રાઈવ યોજાઈ. જેમાં ૨૬ જેટલાં અન્ડરએજ ડ્રાઇવિંગનાં કેસો કરાયાં અને ૩૩ કેસોમાં લાઈસન્સ વિના વાહન ચલાવતાં બાળકો પકડાયાં. જેમાં અધધધ કુલ 2.33 લાખનો દંડ કરાયો સાથે વાહનો ડિટેન કરી કાર્યવાહી હાથ ધરાઈ તેમજ બેજવાબદાર વાલીઓ પર પણ FIR નોંધવાની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે નાની વયે વાહન ચલાવતાં બાળકો ટ્રાફિકનાં નિયમો પણ જાણતાં હોતા નથી અને પોતાના અને બીજાના જીવનની સલામતી પ્રત્યેની ગંભીરતા અને સભાનતા ઓછી હોઈ તેઓને લાઈસન્સ ૧૬ વર્ષની વય બાદ જ ઈસ્યુ કરતાં હોય છે, તેમ છતાં વાલીઓ આવા બાળકોને વાહનની ચાવી આપી દેતા હોય છે. જેથી તે બાળકો અને અન્ય રોડ વપરાશ કરતાં નાગરિકોનાં જીવનને જોખમાવે છે.
વહેલી સવારે આ મુદ્દે થયેલી સ્પેશ્યિલ ડ્રાઈવથી જિલ્લામાં આવા બેજવાબદાર વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. આથી એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ અવાર નવાર થતી હોવા છતાં આવા વાલીઓની બેદરકારી ઓછી થતી નથી એ ચિંતાનો વિષય છે. જેથી આવા બેદરકાર અને બેજવાબદાર વાલીઓ ઉપર FIR કરવાની તજવીજ પોલીસ વિભાગે હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડ્રાઈવનાં અંતે સ્કુલમાં બાળકોને ટ્રાફિકનાં નિયમોનું પાલન કરવા અને રોડ સેફ્ટી માર્ગદર્શન આપવા આર.ટી.ઓ. અધિકારીશ્રીઓએ બાળકોનું અને વાલીઓનું કાઉન્સેલીંગ કર્યું હતું. સાથે ઉમર કરતા વહેલા વાહન ચલાવવા આપવું એ ગર્વ નહીં શરમની વાત છે એ સમજ આપી.
અહેવાલ: કિશોર ગુપ્તા