વિવિધ દેશોમાં અભ્યાસ માટે જનાર છાત્રોને એન્ટ્રેસ ટેસ્ટમાં સરળતાથી સફળતા અપાવનાર ફોર સાઇટ એજયુકેશને સફળતાનું એક વર્ષ પુર્ણ કર્યુ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના છાત્રોને હવે વિદેશ ભણવા જવું સહેલું બનશે. વિદેશ અભ્યાસાર્થે જનાર છાત્રોએ જે તે દેશની પરીક્ષામાં પાસ થવાનું હોય છે. આ એન્ટ્રેસ ટેસ્ટ કરી શકાય તે પરીક્ષા અંગ્રેજી ભાષામાં હોય છે.
આ પરીક્ષા અતિ કઠીન હોય છે. વિદેશ અભ્યાસાર્થે જનાર છાત્રોને સરળતાથી આ પરીક્ષામાં સફળતા મળે એ માટે રાજકોટમાં સાધુ વાસવાણી રોડ ઉપર ગીતાંજલી કોલેજની ગલીમાં ફોર સાઇટ એજયુકેશન નામનું એજયુકેશન ચલાવતા સંચાલીકા જીનલબેન મહેતાએ સફળ ભાષા અને પઘ્ધતિથી અસંખ્ય વિઘાર્થીઓને આ એન્ટ્રેસ એકઝામમાં સફળતા અપાવી છે.
સંસ્થાના સંચાલીકા જીનલબેન મહેતાએ આ પરીક્ષામાં અનેક છાત્રોને સરળતાથી સફળતા અપાવી આવા વિદેશ જનાર છાત્રોજી ભાવિ ઉજળુ કર્યુ છે.
વિદેશ અભ્યાસ અર્થે જનાર વિધાર્થીઓને પૂરતું અને સચોટ માર્ગદર્શન આપતું ફોરસાઇટ એજ્યુકેશન : જિનલબેન મહેતા
ફોરસાઈટ એજ્યુકેશનને સફળતાના એક વર્ષ પૂર્ણ થતાં સંસ્થાના સંસ્થાપક જીનલબેન મહેતાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સંસ્થાને એક વર્ષ ક્યારે પૂર્ણ થઈ ગયું તે ખબર જ નથી પડી કારણ કે વિદ્યાર્થીઓનો જે વિશ્વાસ સંસ્થા પર જોવા મળ્યો તેના કારણે સફળતા મળતી રહી છે.
આગામી દિવસોમાં પણ એ વાત સ્પષ્ટ છે કે સંસ્થા વિદેશ અભ્યાસ અર્થે જનાર વિદ્યાર્થીઓ ને પૂરતું અને સચોટ માર્ગદર્શન મળી રહે તે દિશામાં કાર્ય હાથ ધરશે અને વિદ્યાર્થીઓની કારકિર્દી સારી રીતે બની શકે તે માટે કામ કરશે. એક વર્ષના સમયગાળામાં ઘણા ઉતાર ચઢાવ પણ જોવા મળ્યા છે પરંતુ એ ઉતાર ચઢાવ ને ધ્યાને લઈને જ સંસ્થાએ સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે અને અવિરત આ વિકાસ ગાથા આગળ વધતી રહેશે.
વધુમાં તેઓ ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગતા હોય છે પરંતુ યોગ્ય પદ્ધતિ શું તે ખ્યાલ હોતો નથી એટલું જ નહીં અંગ્રેજી વ્યાકરણ નું જ્ઞાન હોવું પણ એટલું જ જરૂરી છે જેના માટે સંસ્થા કાર્ય કરે છે.