શ્રાવણ માસની પૂર્ણિમાએ ભાઈ બહેનના પવિત્ર પ્રેમ સંબંધના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 15 ઓગસ્ટ અને ગુરૂવારે છે. રક્ષાબંધનનો તહેવાર ગુરૂવારે હોવાથી તેનું મહત્વ વધી ગયુ છે. આ દિવસે ભદ્રા પણ નથી અને કોઈ ગ્રહણ પણ નથી, આથી આ રક્ષાબંધનનું પર્વ શુભ સંયોગ વાળુ છે.
તેવામાં રાજકોટની પ્રખ્યાત એવિ ટી એન રાવ કોલેજમાં રક્ષાબંધનને લઈને વિદ્યાર્થીનીઓમાં એનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા શહેરના ડીસીપીને રાખડી બાંધી અને રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરી.
વિદ્યાર્થીનીઓએ શહેરના ડીસીપીને ચાંદલો કરી રાખડી બાંધી અને પૂરા રીતિરિવાજ સાથે રાખડીબાંધીને આગોતરી ઉજવણી કરી.