ક્રિસ્ટલ સ્કુલ્સના બાળકો વેલ્યુ એજયુકેશન વીથ આઉટડોર એકિટવીટી અંતર્ગત ઢેબર રોડ પર આવેલી વિરાણી બહેરા-મુંગા શાળાની મુલાકાત લીધી હતી. વિઘાર્થીની ટીમે ત્યાની અભ્યાસ પઘ્ધતિ અને વાતચીત કરવાની મુદ્રા વિશે જ્ઞાન મેળવ્યું હતું.
તેમજ જે તે બાળકોને ઉપયોગી વસ્તુઓની કીટ અર્પણ કરી તેમની સાથે સમય વિતાવ્યો હતો. આ તકે ક્રિસ્ટલ સ્કૂલ્સના શિક્ષક પિયુષભાઇ મહેતા, મીરા મેડમ તેમજ અઝરા મેડમ વિઘાર્થીને દિવ્યાંગ સાથેના વ્યવહારનો પાઠ શિખવ્યો હતો. તેમજ ઇશ્ર્વરે આપણને સાંભળવાની અને બોલવાની શકિત આપી છે તે કેટલી મોટી વાત છે તે વિશે ઇશ્ર્વરનો આભાર માનવાનું શિખવ્યું હતું.
ઉપરોકત આયોજનમાં સહયોગ આપવા બદલ વિરાણી બહેરા-મુંગા શાળાના પ્રિન્સીપાલ પંચોલી કશ્યપભાઇ શાળાના ચેરમેન આર.પી.ડોડીયાએ આભાર માન્યો હતો.