કોટામાં અભ્યાસ કરતા બિહાર અને મધ્યપ્રદેશના 3 વિધાર્થીઓએ જીવન ટૂંકાવ્યું !!!
એક તરફ સરકાર ભાર વગરના ભણતરની વાત કરી રહી છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તનતોડ મહેનત પણ કરતા હોય છે પરંતુ ખાનગી કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર સારી સીટ મેળવવા માટે જે પ્રેશર ઊભું કરવામાં આવી રહ્યું છે તેનાથી વિદ્યાર્થીઓ હવે આત્મહત્યા કરતા પણ થઈ ગયા છે. કોટા રાજસ્થાન ખાતે એક ચોક આવનારી ઘટના સામે આવી જેમાં બિહાર અને મધ્યપ્રદેશના ત્રણ વિદ્યાર્થીઓ ટેકનિકલ અને મેડિકલ કોલેજમાં જૂથ સીટ માટે જે રીતે પ્રેશર કરવામાં આવ્યા તેના કારણે તેઓએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તેમાં તેમના દ્વારા એક પણ સુસાઇડ તેમના દ્વારા લખવામાં આવી નથી અને અન્ય કોઈ પરિબળો સામે ન આવતા પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે તેઓને અભ્યાસ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે પ્રેશર ઊભું થયું હોય તેના કારણે તેઓએ તેમનું જીવન ટૂંકાવ્યું છે. બિહારના સુપોલ જિલ્લાના અંકુશ આનંદ કે જે 16 વર્ષ નો યુવાન છે અને તે નીટની પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યો છે તેને પણ પરીક્ષાના પ્રેશર ના કારણે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.
મધ્યપ્રદેશના 17 વર્ષના પ્રણવ વર્મા એ વિદ્યાર્થી પણ નીટ પરીક્ષા માટે ની તૈયારી કરી રહ્યો છે અને ઓછી સીટ હોવાના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રેશર ખૂબ વધ્યું હોવાના કારણે તેને પણ સુસાઇડ કરી લેતા ચકચાર મચી ગયો છે. જ્યારે બિહારના ગયા જિલ્લાના 18 વર્ષના ઉજ્જવલકુમાર કે જે જે ડબલ ઇ ની કઠિન પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યો હોય તેને પણ પોતાનું જીવન ટૂંકાવી દેતા પરિવારનો નોધારો થઈ ગયો છે.
હાલ શિક્ષણમાં સરકાર દ્વારા જે નવી શિક્ષણ નીતિ અમલી બનાવવામાં આવી તેનાથી કયા પ્રકારનો ફાયદો વિદ્યાર્થીઓને મળે એ જાણવું એટલું જ જરૂરી છે પરંતુ હાલ જે રીતે કોચિંગ ક્લાસ પોતાની શાખને સલામત રાખવા માટે પ્રેશર વિદ્યાર્થીઓ ઉપર કરવામાં આવે છે તેનાથી વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવવા સુધીના વિચાર કરી રહ્યા છે અને માત્ર બિચારા જ નહીં તેની અમલવારી પણ કરી રહ્યા છે આ ગંભીર માંથી વિદ્યાર્થીઓને બહાર લાવવા અનિવાર્ય છે.