પત્રકારત્ત્વ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા કોઈપણ વિષયમાં 48 ટકા સાથે સ્નાતક થનાર વિદ્યાર્થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે
ગુજરાતના પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનને તાજેતરમાં જ 50 વર્ષ પૂર્ણ કર્યા છે . આ ભવનમાંથી અભ્યાસ કરીને સૌરાષ્ટ્ર સહિત ગુજરાત અને દેશભરના ઇલેકટ્રોનિક, પ્રિન્ટ અને સોશ્યલ મીડિયામાં સારા એવા હોદ્દા પર વિધાર્થીઓ બિરાજમાન છે અને સમાજ ઉપયોગી કાર્ય કરી રહયા છે . ત્યારે ન્યુઝ એડિટર્સ , રિપોર્ટર્સ , ફોટોગ્રાફર્સ , કટારલેખક , એન્કર , પ્રોગ્રામ પ્રોડયુસર , વીડિયો એડિટર , કોપી એડિટર આર.જે. , ક્ધટેન્ટ રાઇટર બનવા માંગતા વિધાર્થીઓ હવે પત્રકારત્વમાં સીધો માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ મેળવી શકશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં વર્ષ 1973 થી પત્રકારત્વનો અભ્યાસક્રમ ચાલી રહયો છે . જેમાં હવે એનઇપી (નેશનલ એજયુકેશન પોલીસી) પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં પણ M.J.M.C. ( માસ્ટર ઓફ જર્નાલીઝમ ઇન માસ કોમ્યુનિકેશન ) નો અભ્યાસક્રમ બે વર્ષનો એટલે કે ચાર સેમેસ્ટરનો કરવામાં આવ્યો છે. જેમાં હવે કોઇપણ વિષયમાં 48 ટકા સાથે સ્નાતક થનાર વિધાર્થી સીધો જ માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ મેળવી શકશે.
પત્રકારત્વના આ કોર્ષમાં પત્રકારત્વના પાયાના સિધ્ધાંતોથી લઈને નામ સઘળા પાસાઓની થિયોરેટીકલ તથા પ્રેકટીકલ અને એડીટીંગ રુમ, મિની થીયેટર, સમૃધ્ધ લાયબ્રેરી અને ટીવી સાથેની ન્યુઝ રુમ, કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ છે. તેમજ દર અઠવાડિયે વિવિધ માધ્યમો નિષ્ણાતોના વિશેષ વ્યાખ્યાન યોજાય છે. પ્રતિવર્ષ વિધાર્થીઓ દ્વારા ભવનના સામયિક લક્ષ્યવેધનું પ્રકાશન અને પ્રતિવર્ષ વિધાર્થીઓ દ્વારા શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફિલ્મ અને એડ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવે છે. તેમજ વિવિધ માધ્યમોમાં પ્રાયોગિક તાલીમ માટે વિધાર્થીઓને મોકલવામાં આવે છે.
પત્રકારત્વમાં પ્રવેશ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પ્રક્રિયા હાથ ધરવામાં આવી પ્રવેશ મેળવવા માટે વિધાર્થીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ https://admission. saurashtra university.edu/ ફોર્મ ભરવાનું રહેશે. વિધાર્થીઓ વધુ માહિતી માટે ફોન નં . 0281 2586418 પર સંપર્ક કરી શકે છે.
પત્રકારત્વમાં કારકિર્દીની તકો
અખબાર અને સામયિકોમાં રિપોર્ટર, કટારલેખક, વાર્તાલેખક રેડિયોમાં પત્રકાર, ન્યુઝરીડર, કાર્યક્રમ નિર્માતા તરીકે ટીવીમાં પત્રકાર ન્યુઝરીડર, કાર્યક્રમ નિર્માતા કે સંચાલક તરીકે વેબ પત્રકાર તરીકે સિનેમામાં દિગ્દર્શક કલાકાર કે અન્ય વિવિધ વિભાગોમાં માહિતીખાતું કે અન્ય સંસ્થામાં પી.આર.ઓ. તરીકે વિજ્ઞાનપન ક્ષેત્રે